Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢનો ઝાંઝરડા રોડ બન્યો અયોધ્યા::ઝાંઝરડા રોડ પર રામ જન્મોત્સવ પૂર્વે ભવ્ય રોશની અને સાંસ્કૃતિક કાર્યક્રમો.ભોજલરામ ગ્રુપ અને સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા લાઈવ ઓરકેસ્ટ્રા

    9 hours ago

    ​ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં આગામી શ્રીરામ જન્મોત્સવને લઈને અત્યારથી જ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઝાંઝરડા રોડ વિસ્તાર જાણે મિની અયોધ્યા નગરીમાં પરિવર્તિત થયો હોય તેમ સમગ્ર માર્ગને ધજા-પતાકા, ભગવા રંગના આકર્ષક ગેઈટ અને ઝળહળતી લાઈટોથી શણગારવામાં આવ્યો છે. ભોજલરામ ગ્રુપ જૂનાગઢ અને સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બે દિવસીય સાંસ્કૃતિક મહોત્સવના પ્રથમ દિવસે લાઈવ ઓરકેસ્ટ્રા અને ભક્તિમય સુરાવલીએ લોકોને આધ્યાત્મિકતાના રસાસ્વાદમાં તરબોળ કરી દીધા હતા. સિધ્ધેશ્વર મંદિર પાસે મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓના 'જય શ્રી રામ'ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રામ નવમીની પૂર્વ સંધ્યાએ આયોજિત આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર અને ભજનીક દિવ્યેશ જેઠવા તેમજ હરિઓમ પંચોલીના બેન્ડ દ્વારા શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ અવસરે દિવ્યેશ જેઠવાએ જણાવ્યું હતું કે, ભારતની ધરતી અને ગરવા ગિરનારની ગોદમાં જ્યારે ભગવાન રામનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે જૂનાગઢ પાછળ કેમ રહે? ઝાંઝરડા રોડ પર કરવામાં આવેલી આ પૂર્વ તૈયારીઓ એ આપણા ઇષ્ટદેવ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે. 25 અને 26 માર્ચ એમ બે દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં નામી-અનામી કલાકારો દ્વારા લાઈવ પરફોર્મન્સ, સામાજિક કાર્યકરોનું સન્માન અને રામ ભક્તિના વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ​સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા પણ રામ નવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે સાંજે ઝાંઝરડા રોડ સ્થિત રામ મંદિરથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને સિદ્ધનાથ મંદિરે તેની પૂર્ણાહુતિ થશે. આ શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક ફ્લોટ્સ અને રામસેના પાત્ર ગ્રુપ દ્વારા ભગવાન રામના જીવન પ્રસંગોને જીવંત કરતા પાત્રો આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત મણિયારો રાસ અને સંતવાણીના કાર્યક્રમોએ પણ લોકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. સમગ્ર ઝાંઝરડા રોડ પર મંડપ અને રોશનીનો એવો શણગાર કરાયો છે કે જે જોતા જ ભક્તોને અયોધ્યામાં હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. ​ભોજલરામ ગ્રુપના અગ્રણી મહેન્દ્રભાઈ પરમાર અને સેવા સમર્પણ ટ્રસ્ટના હોદ્દેદારોએ તમામ જૂનાગઢવાસીઓને આ ભક્તિમય પર્વમાં સહભાગી થવા અને ભગવાન રામના સ્વાગતની તૈયારીઓમાં જોડાવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે. મીડિયા કર્મીઓ દ્વારા થઈ રહેલા કવરેજને પણ કલાકારો અને આયોજકોએ બિરદાવ્યું હતું. અત્યારે આખું જૂનાગઢ જાણે પ્રભુ રામના આગમનની પ્રતિક્ષામાં ભક્તિના રંગે રંગાઈ ગયું છે.
    Click here to Read More
    Previous Article
    ‘Koi fark nahi padta,’ says gastroenterologist on 12 vs 16 hour intermittent fasting debate, advises focus on calories count
    Next Article
    Gorkhas, Minorities, Rajbanshis: Decoding North Bengal's High-Stakes 2026 Contest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment