Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પોલીસ દ્વારા રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ:સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી, અધિકારીઓ જોડાયા

    10 hours ago

    પાટણ શહેરમાં ગુરુવારે નીકળનારી ભગવાન શ્રીરામની 39મી રથયાત્રાને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ભક્તો ઉત્સાહપૂર્વક દર્શન કરી શકે તે હેતુથી પોલીસે વિશેષ આયોજન કર્યું છે. આજરોજ રામજી મંદિર ખાતેથી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગમાં ડીવાયએસપી કે.કે. પંડ્યા, એલસીબી પીઆઈ રાકેશ ઉનાગર અને એ-ડિવિઝન પીઆઈ કમલેશભાઈ ભોંય સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. પોલીસ કાફલાએ રથયાત્રા જે માર્ગો પરથી પસાર થવાની છે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રાના માર્ગમાં આવતા નડતરરૂપ દબાણોને તાત્કાલિક અસરથી હટાવવા માટે સંબંધિત લોકોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી રથયાત્રાના વહેણમાં કોઈ અવરોધ ન આવે. એકસાથે પોલીસ જવાનો અને વાહનોના કાફલાને માર્ગો પર ઉતરેલો જોઈ શહેરના નાગરિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું અને સુરક્ષા પ્રત્યે વિશ્વાસ વધ્યો હતો. પાટણ પોલીસે રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ એશિયાની સ્થિતિ પર રિજિજુએ કહ્યું- વિપક્ષ સરકારની સાથે:કોંગ્રેસે સંસદમાં ચર્ચાની માગ કરી, કેબિનેટમાં કેન્દ્ર સરકારની UDAN 2.0 યોજનાને મંજૂરી
    Next Article
    ભરૂચમાં રામનવમી પૂર્વે પોલીસની ફ્લેગ માર્ચ:સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા પેટ્રોલિંગ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment