Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં આમ આદમી પાર્ટીની 'વિજય વિશ્વાસ સભા':અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સભા સ્થળે પહોંચ્યા, સૌરાષ્ટ્રભરમાથી જનમેદની ઉમટી

    1 day ago

    આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે, ત્યારે ગતરોજ અરવિંદ કેજરીવાલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતા ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ દ્વારા અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા છે. અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડ પાસે જનસભાનું આયોજન કરાયું છે. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આ સભા દ્વારા AAP પોતાના પ્રચારનો પ્રારંભ કર્યો છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી AAPના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની છે.
    Click here to Read More
    Previous Article
    તમારા-ઘરની નજીક ગેસની લાઈન હશે તો કનેક્શન લેવું જ પડશે:કંપની 3 મહિનાની નોટિસ આપશે, જો કનેક્શન નહીં લો તો ગેસનો સિલિન્ડર મળવાનું પણ બંધ થશે
    Next Article
    શિહોરી પેટ્રોલ પંપ માલિક પર હુમલો:બાઈક ખસેડવા જેવી બાબતે મામલો બિચક્યો, પાઈપ વડે હુમલો કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment