Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હસમુખ અને ધર્મેશની નજર એકબીજાની પ્રેમિકા પર હતી:જમવાનું આમંત્રણ કાળ બન્યું, સાથે બેસીને નોનવેજ ખાધું પછી એ જ ધાબા પર ખેલાયો લોહિયાળ ખેલ

    1 day ago

    ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે રાજપીપળામાં કરજણ નદીના કિનારે આવેલી એક અવાવરૂ સરકારી બિલ્ડિંગના ધાબા પરથી 2 લાશ મળી હતી. આ લાશ હસમુખ અને વાસંતી નામના પ્રેમી-પ્રેમિકાની હતી. કોઇએ માથામાં બોથડ પદાર્થના ઘા મારીને બન્નેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સૌથી પહેલાં 3 મિત્રોએ સાંજના સમયે આ લાશ જોઇ અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી પણ કોઇ સાક્ષી કે CCTV નહોતા એટલે પોલીસે ઘટનાસ્થળથી એકાદ કિલોમીટર દૂર આવેલી વસતિમાં જઇને પૂછપરછ કરવાનું નક્કી કર્યું હતું. પહેલા દિવસે જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે જેટલા લોકો હાજર હતા તેમાંથી બીજા દિવસે એક યુવતી ગુમ થઇ ગઇ હતી. પોલીસ આ યુવતીને પકડી લાવી અને તેની પૂછપરછ કરી. હવે આગળ વાંચો.... યુવતીએ પોલીસને કહ્યું કે ધર્મેશ હસમુખ અને વાસંતીને મારી નાખવાનું કહેતો હતો. પોલીસને પહેલેથી આશંકા હતી કે હસમુખ અને વાસંતીની હત્યા પાછળ આ વસતિમાંથી જ કોઇનો હાથ હોઇ શકે છે. જેથી પહેલેથી જ નજર રાખી હતી. યુવતીએ ધર્મેશનું નામ આપતા પોલીસ તરત જ તેને ઉપાડી લાવી. હવે ધર્મેશની પૂછપરછ થવાની હતી અને ટોક ઓફ ધ ટાઉન બનેલા આ ડબલ મર્ડર વિશે ખુલાસા થવાના હતા. ધર્મેશને પોલીસ સ્ટેશનના એક રૂમમાં બેસાડવામાં આવ્યો. તેની ચારેતરફ પોલીસ ગોઠવાઇ ગઇ. પોલીસઃ હસમુખ અને વાસંતીની હત્યા તે કરી છે? ધર્મેશઃ સાહેબ, આ શું કહો છો? મને તો આના વિશે કંઇ ખબર જ નથી. સામાન્ય રીતે પોલીસને આરોપીઓના આવા જવાબનો દરરોજ સામનો થતો હોય છે. તેમને તરત ખ્યાલ આવી જતો હોય છે કે આરોપી સાચું બોલે છે કે ખોટું. ધર્મેશના કિસ્સામાં પણ આવું જ થયું. ધર્મેશ ભલે એવું કહી રહ્યો હોય કે તેને કંઇ ખબર જ નથી પરંતુ તેના હાવભાવે પોલીસ સામે બધું સ્પષ્ટ કરી દીધું. પોલીસને ખ્યાલ આવી ગયો કે ધર્મેશ પાસેથી હકીકત જાણવા માટે હવે બીજો જ કોઇ રસ્તો અપનાવવો પડશે એટલે પોલીસે હવે ધર્મેશની 'આકરી' પૂછપરછ શરૂ કરી. ચોમાસાની સિઝન ચાલી રહી હતી પણ પોલીસનો આકરો તાપ ધર્મેશથી સહન ન થયો અને તે પોપટની જેમ બધું બોલવા લાગ્યો. છેલ્લા કેટલાક સમયથી એક સ્ત્રી ધર્મેશને મળવા આવતી હતી. ધર્મેશની સાથે રહેતી પ્રેમિકાએ જ્યારે તેને પૂછ્યું કે આ કોણ છે? તો તેણે કહ્યું હતું કે આ વાસંતી છે, હસમુખ સાથે જૂના અખાડાની બાજુમાં રહે છે. ધીરે ધીરે બન્ને વચ્ચેની નિકટતા વધી રહી હતી. બન્ને વારંવાર મળવા લાગ્યા અને વાતો કરતા હતા. જેથી ધર્મેશની પ્રેમિકાએ તેને વાસંતી સાથે વાત કરવાની ના પાડી હતી. ધર્મેશનો સ્વભાવ ગુસ્સાવાળો હતો. પ્રેમિકાએ તેને ના પાડતા તે તેના પર ગુસ્સે થઇ જતો અને તેને માર મારવા લાગતો હતો. જેથી યુવતી ડરી ગઇ હતી અને ધર્મેશને કંઇ કહી શકતી નહોતી. ધર્મેશ ઘંટી વેચવાનું કામ કરતો હતો. એ ઘંટી વેચવા જાય ત્યારે વાસંતીનો પતિ હસમુખ તેના ઘર પાસે આવી જતો અને ધર્મેશની પ્રેમિકાને જોતો રહેતો. ધર્મેશ આવે તે પહેલાં પાછો જતો રહેતો. આમ હસમુખની પ્રેમિકા ધર્મેશ સાથે વાતો કરતી. જ્યારે હસમુખ ધર્મેશની પ્રેમિકા પાછળ પડ્યો હતો. ક્યારેક વાસંતી હસમુખને શોધતી શોધતી ધર્મેશના ઘર પાસે આવી ચડતી અને હસમુખ સાથે ઝઘડો કરતી કે તુ અહીંયા કેમ આવે છે? ધીમે ધીમે એ યુવતીને જાણ થઇ કે વાસંતી અને ધર્મેશ વચ્ચે આડા સંબંધ છે તો બીજીતરફ હસમુખ પુલ નીચે બેસવા આવતો હોવાથી પોતાની પ્રેમિકા સાથે તેને આડા સંબંધ હોવાનો વહેમ ધર્મેશને હતો. જેથી ધર્મેશ મનમાં ધૂંધવાયેલો જ રહેતો હતો. હસમુખ અને વાસંતીની હત્યાના એકાદ મહિના પહેલાં ધર્મેશ ઘંટી વેચવા ગયો હતો. આ સમયે હસમુખ ફરી તેના ઘર પાસે આવ્યો હતો. જો કે થોડા જ સમયમાં ધર્મેશ પાછો આવી ગયો હતો અને તેણે પોતાની પ્રેમિકાને પૂછ્યું હતું કે આ હસમુખ અહીંયા કેમ આવે છે? જેથી તેની પ્રેમિકાએ કહ્યું હતું કે આ તો રોજ આવે છે અને મને હેરાન કરે છે. પ્રેમિકાની આ વાતથી ધર્મેશ ગુસ્સે ભરાયો. તે સીધો જ હસમુખ પાસે પહોંચી ગયો અને બોલ્યો કે તુ રોજ કેમ અહીંયા આવે છે? હસમુખે જરાપણ ખચકાટ વિના ફક્ત એટલું જ કહ્યું કે હું તો ખાલી અહીંયા આવું છું. આ જવાબ બાદ ધર્મેશ અને હસમુખ વચ્ચે ઝઘડો થયો હતો. જો કે એ પછી હસમુખે આવવાનું બંધ કરી દીધું હતું પણ તેની પ્રેમિકા વાસંતી ધર્મેશને મળવા આવતી રહેતી હતી. આ ઘટનાના અઠવાડિયા પછી વાસંતીએ ધર્મેશ અને તેની પ્રેમિકાને જમવાનું આમંત્રણ આપ્યું હતું. 21 જુલાઇ, 2021 રાતનો સમય હતો. ધર્મેશની પ્રેમિકા રસોઇ બનાવીને બેઠી હતી. એટલામાં જ ધર્મેશ ઘરે આવ્યો અને તેણે પ્રેમિકાને કહ્યું, વાસંતીએ આપણને જમવા બોલાવ્યા છે. પ્રેમિકાઃ પણ મેં તો જમવાનું બનાવી લીધું છે. ધર્મેશઃ કંઇ વાંધો નહીં, તે જે બનાવ્યું છે એ સવારે ખાઇ લઇશું. અત્યારે વાસંતીને ત્યાં જતાં આવીએ. આ સંવાદ પછી ધર્મેશ અને તેની પ્રેમિકા તૈયાર થઇને વાસંતીના ઘરે જમવા ગયા હતા. વાસંતીએ બન્ને માટે નોનવેજ બનાવી રાખ્યું હતું. ધર્મેશ, તેની પ્રેમિકા અને હસમુખ-વાસંતી આમ ચારેય લોકો ધાબા પર સાથે જમ્યા હતા. રાત્રે નવેક વાગ્યાના અરસામાં ધર્મેશ અને તેની પ્રેમિકા જમીને પાછા જતા રહ્યાં હતા. આ તરફ વાસંતી અને હસમુખ એકલા પડ્યા હતા. જમી લીધા બાદ તેમણે પોતાના રોલ કરેલા ગોદડાં છોડ્યા અને પથારી તૈયાર કરી દીધી. બન્ને સૂવાની તૈયારીમાં હતા પણ ધર્મેશના મનમાં કંઇ અલગ જ ખેલ ચાલી રહ્યો હતો. આ સમયે ધર્મેશે રેલવે પુલ સુધી આવ્યા બાદ બાઇક ઊભી રાખીને ગુસ્સામાં કંઇક બબડવાનું શરૂ કરી દીધું હતું. પ્રેમિકાને ઘર સુધી લાવ્યા બાદ તે પાછો વાસંતી અને હસમુખ જ્યાં રહેતા હતા ત્યાં ગયો હતો. ધર્મેશનું આ વર્તન જોઇને તેની પ્રેમિકાને નવાઇ લાગી. તેણે ધર્મેશનો પીછો કરવાનું નક્કી કર્યું. તે છુપાતી છુપાતી ધર્મેશની પાછળ ગઇ. તેણે થોડે દૂરથી જોયું તો ધર્મેશ ધાબા પર જઇને હસમુખ સાથે ઝઘડો કરી રહ્યો હતો. ધીરે ધીરે ધર્મેશ અને હસમુખ વચ્ચેનો ઝઘડો ઉગ્ર બની ગયો. ધર્મેશનો અવાજ ઊંચો થવા લાગ્યો. તેની પ્રેમિકા જ્યાંથી ઊભી-ઊભી આ બધું જોતી હતી ત્યાં સુધી અવાજ સ્પષ્ટ આવવા લાગ્યો. ધર્મેશ હસમુખને કહી રહ્યો હતો કે તુ મારા ઘર બાજુ કેમ આવે છે? મારી પ્રેમિકા પર નજર નાખ્યા કરે છે, તેની સાથે સૂવે છે, આજે તો હું તને પતાવી દઇશ. હવે વાત વણસી રહી હતી. બન્ને વચ્ચેનો ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો. અચાનક હસમુખના હાથમાં ક્યાંકથી એક લાકડું આવી ગયું. તેણે જોરથી ધર્મેશના પગમાં મારી દીધું. બીજીતરફ ધર્મેશના હાથમાં પણ એક લાકડું આવી ગયું હતું. હસમુખે પગમાં માર્યું હોવાથી ધર્મેશને ગુસ્સો આવ્યો અને તેણે જેટલું બળ હતું તેટલું વાપરીને હસમુખના માથામાં લાકડું ફટકારી દીધું. ધડામ.... અવાજ સાથે હસમુખ નીચે પડી ગયો. તેના રામ રમી ગયા. આ દૃશ્ય જોઇને વાસંતીએ બૂમાબૂમ કરી મૂકી. જેનાથી ધર્મેશ ગભરાઇ ગયો. તેને ડર લાગ્યો કે વાસંતીની બૂમો સાંભળીને ક્યાંક લોકો ભેગા થઇ ન જાય અને બધી ખબર પડી ન જાય. આ ડરમાંને ડરમાં ધર્મેશ લાકડું સાઇડમાં ફેંકીને બાજુમાં પડેલી ઇંટ ઉપાડીને ઉપરાઉપરી વાસંતીના માથામાં મારવા લાગ્યો. હવે વાસંતી પણ ઢળી પડી. વાસંતી અને હસમુખની હત્યા કર્યા બાદ ધર્મેશ જ્યારે પાછો આવતો હતો ત્યારે તેની પ્રેમિકાએ જાણે કે તેને કંઇ ખબર જ ન હોય તેવો ડોળ કર્યો. હસમુખે પગમાં લાકડું ફટકાર્યું હોવાથી ધર્મેશ લંગડાતો ચાલતો હતો. તેની પ્રેમિકાએ અજાણી બનીને તેને પૂછ્યું કે આ પગમાં શું વાગ્યું છે? ધર્મેશ ગુસ્સામાં બોલ્યો કે તું આ બાબતે કંઇ પૂછીશ નહીં. નહીંતર તારે પણ જાનથી હાથ ધોવા પડશે. આના પછી બન્ને યુવતીના મામાના ઘરે જતાં રહ્યાં હતા અને મોડી રાત્રે પોતાના ઘરે પાછા ફર્યા હતા. આમ ધર્મેશે હસમુખ અને વાસંતીની હત્યા કર્યાનું ખૂલ્યું હતું. પોલીસે જ્યારે તપાસ કરી તો ધર્મેશે હત્યા કર્યા બાદ રેલવે બ્રિજ જવાના કાચા રસ્તાની બાજુમાં પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને ફેંકી દીધેલા કપડાં મળી આવ્યા હતા. જ્યારે હત્યામાં વપરાયેલી ઇંટ અવાવરું બિલ્ડિંગની બાજુમાં આવેલી અન્ય એક બિલ્ડિંગ પાસેથી મળી આવી હતી. ધર્મેશે લાકડું ઝાડીઓમાં ફેંકી દીધું હતું. ધર્મેશ જેની સાથે રહેતો હતો તે પ્રેમિકા સગીર વયની હોવાનું ખૂલતાં ધર્મેશ પર પોક્સોની કલમ પણ લગાવવામાં આવી હતી. કોર્ટે ધર્મેશને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી છે. હાલ ધર્મેશ જેલના સળિયા ગણી રહ્યો છે. વાસંતીનું આમંત્રણ કાળ બની ગયું, વાંચો પાર્ટ-1
    Click here to Read More
    Previous Article
    ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની રચના:મુખ્યમંત્રી સહિત 13 સભ્યો, 2 આમંત્રિત અને 4 વિશેષ આમંત્રિત સભ્યનો સમાવેશ
    Next Article
    પેન્શનરોના હકો પર તરાપ સહન નહીં કરાય:વેલિડેશન એક્ટના વિરોધમાં ભાવનગર જિલ્લા પેન્શનર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment