Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં રામ નવમીએ શોભાયાત્રા નીકળશે:અયોધ્યા જેવી રામલલાની નવી મૂર્તિના દર્શન, માર્ગો શણગારાશે

    21 hours ago

    વલસાડ શહેરમાં રામ નવમી પર્વની ઉજવણી માટે તૈયારીઓ તેજ બની છે. 'રામ જન્મોત્સવ આયોજન સમિતિ' દ્વારા વલસાડ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમની વિગતવાર માહિતી અપાઈ હતી. આ વર્ષે શોભાયાત્રામાં અયોધ્યાના રામ મંદિર જેવી જ 'રામલલા'ની નવી મૂર્તિ મુખ્ય આકર્ષણ રહેશે. આયોજન સમિતિના સભ્ય હિતેશ પટેલે જણાવ્યું કે, ભગવાન રામની નવી મૂર્તિ લાવવામાં આવી છે. તેનું અનાવરણ રામ નવમીના દિવસે બપોરે 12 કલાકે કરવામાં આવશે. સ્નેહલ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું કે, શોભાયાત્રાનો પ્રારંભ રેલવે ગોદીથી થશે. તે નવરંગ લસ્સી સર્કલ, બેચર રોડ, છીપવાડ, તરિયાવાડ, એમ.જી. રોડ અને ટાવર થઈ દાદિયા ફળિયા ખાતે પૂર્ણ થશે. શોભાયાત્રામાં રામ-લક્ષ્મણ-જાનકી અને કૃષ્ણ ભગવાનની વિવિધ જીવંત ઝાંખીઓ જોવા મળશે. સમગ્ર શોભાયાત્રા દરમિયાન સતત સુંદરકાંડના પાઠ ચાલશે. રૂટના અંતે તમામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સમિતિના જણાવ્યા અનુસાર, વલસાડના મુખ્ય માર્ગોને શણગારવામાં આવી રહ્યા છે. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    એક વર્ષ જૂની અદાવતનો ખાર:રાણીકા વિસ્તારમાં મિત્રો સાથે બેઠેલા યુવકને ધારિયું-છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, 4 સામે ગુનો નોંધાયો
    Next Article
    Iran attack on Israel LIVE | ટ્રમ્પ યુદ્ધ સમાપ્ત કરે તે પહેલાં મોટો દાવ | USA | Trump | War | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment