Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇમરાન હાશ્મીના બર્થ ડે પર દીકરાએ ચાહકોના દિલ જીત્યા:પિતા શૂટિંગમાં વ્યસ્ત હતા, અયાને વીડિયો કોલ કરી ફેન્સની વાત કરાવી

    18 hours ago

    બોલિવૂડ એક્ટર ઇમરાન હાશ્મીએ મંગળવારે પોતાનો 47મો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે મુંબઈ સ્થિત તેના ઘરની બહાર ચાહકો અને ફોટોગ્રાફરોની ભીડ જામી હતી. ઇમરાન શૂટિંગના કારણે શહેરમાં હાજર નહોતો, તેથી તેના દીકરા અયાને વીડિયો કોલ કરીને ચાહકો સાથે તેની વાત કરાવી હતી. ઇમરાન હાશ્મીને જન્મદિવસના અવસરે તેના ચાહકો અને ઇન્ડસ્ટ્રીના લોકો તરફથી શુભેચ્છાઓ મળી હતી. આ ઉપરાંત તેના ઘરની બહાર મોટી સંખ્યામાં ચાહકો એકઠા થઈ ગયા હતા. ચાહકોએ તેની ફિલ્મોના ડાયલોગ્સ બોલ્યા હતા. દીકરાએ વીડિયો કોલ પર વાત કરાવી ઇમરાન હાશ્મીની ગેરહાજરીમાં તેનો દીકરા અયાન ઘરની બહાર આવ્યો અને ચાહકોને મળ્યો. તેણે પોતાના પિતાને વીડિયો કોલ કર્યો, જેના દ્વારા ઇમરાને ચાહકો સાથે વાતચીત કરી અને તેમનો આભાર માન્યો. આ દરમિયાન અયાન ફોન પકડેલો જોવા મળ્યો. ઇમરાન ફિલ્મ 'આવરાપન 2' અને 'G2'માં જોવા મળશે વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઇમરાન તાજેતરમાં નેટફ્લિક્સની વેબ સિરીઝ 'તસ્કરી' અને યામી ગૌતમ સાથે ફિલ્મ ‘હક’માં જોવા મળ્યો હતો. તે ટૂંક સમયમાં ફિલ્મ 'આવરાપન 2'માં જોવા મળશે, જે 2007 માં આવેલી તેની જ ફિલ્મ 'આવરાપન'ની સિક્વલ છે. 'આવરાપન'નું ડિરેક્શન મોહિત સૂરીએ કર્યું હતું, જ્યારે સિક્વલનું ડિરેક્શન નિતિન કક્કડ કરી રહ્યા છે, ફિલ્મને બિલાલ સિદ્દીકીએ લખી છે. આ ઉપરાંત, ઇમરાન તેલુગુ ફિલ્મ 'G2' પર પણ કામ કરી રહ્યો છે, જેમાં અદિવિ શેષ અને વામિકા ગબ્બી પણ છે. આ ફિલ્મ 1 મેના રોજ રિલીઝ થશે.
    Click here to Read More
    Previous Article
    LPG Gas Cylinder Crisis : LPG की बुकिंग अब 35 दिनों के बाद ही बुक होगा सिलेंडर | LPG Gas News
    Next Article
    એક વર્ષ જૂની અદાવતનો ખાર:રાણીકા વિસ્તારમાં મિત્રો સાથે બેઠેલા યુવકને ધારિયું-છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, 4 સામે ગુનો નોંધાયો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment