Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવ્યાંગ સંસ્થાના બે કર્મનિષ્ઠોનું રાજકોટમાં ભવ્ય સન્માન કરાયું.:​જૂનાગઢની સાંપ્રત સંસ્થાના બે કર્મચારીઓને અમદાવાદની વિશાલવીન ફાઉન્ડેશન દ્વારા 'ધ એન્જલ ગાર્ડિયન એવોર્ડ' એનાયત.

    2 days ago

    ​જૂનાગઢમાં અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોના ઉત્કર્ષ માટે છેલ્લા 16 વર્ષથી અવિરત સેવા યજ્ઞ ચલાવતી સંસ્થા 'સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ' ના ફાળે વધુ એક યશકલગી ઉમેરાઈ છે. અમદાવાદની જાણીતી સંસ્થા વિશાલવીન ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2025-26 માટે દિવ્યાંગ ક્ષેત્રે વિશિષ્ટ અને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જૂનાગઢની આ સંસ્થાના બે સમર્પિત કર્મચારીઓ અનિલભાઈ વાણવી અને પ્રફુલભાઈ પરમારની 'ધ એન્જલ ગાર્ડિયન એવોર્ડ' માટે પસંદગી કરવામાં આવી હતી. ​વિશાલવીન ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી દિવ્યાંગ ક્ષેત્રે કાર્યરત વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન અંદાજે 300 થી વધુ નોમિનેશન પ્રાપ્ત થયા હતા. ફાઉન્ડેશનની ટીમ દ્વારા રાજ્યભરની સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ, ત્યાં થતી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યા બાદ લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢની સાંપ્રત સંસ્થાના આ બે કર્મચારીઓએ અતિ ગંભીર બાળકોની જે નિઃસ્વાર્થ ભાવે સેવા કરી છે, તેને સર્વોપરી ગણીને આ સન્માન માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. આ બાબત સમગ્ર જૂનાગઢ જિલ્લા અને દિવ્યાંગ સેવા ક્ષેત્ર માટે ગૌરવ સમાન ગણાય છે. ​આ પ્રસંગે એવોર્ડ વિજેતા અનિલભાઈ વાણવીએ ભાવુક થતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 15 વર્ષથી આ સંસ્થામાં અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સેવા કરી રહ્યા છે. 16 વર્ષના લાંબા સેવાકાળ દરમિયાન પ્રથમ વખત તેમની મહેનતને રાજ્ય સ્તરે આ રીતે બિરદાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે આ એવોર્ડ માત્ર તેમનું વ્યક્તિગત સન્માન નથી પરંતુ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને તમામ સહકર્મચારીઓના સહકારનું પરિણામ છે. આવી જ રીતે અન્ય વિજેતા પ્રફુલભાઈ પરમારે પણ છેલ્લા 8 વર્ષના પોતાના અનુભવો વાગોળતા જણાવ્યું હતું કે આ સન્માન તેમને ભવિષ્યમાં વધુ જોમ અને ઉત્સાહ સાથે સેવા કરવાની પ્રેરણા પૂરી પાડશે. ​સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે આ સિદ્ધિ બદલ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સાંપ્રત સંસ્થાને ગત વર્ષે પણ શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ મળ્યો હતો અને આ વર્ષે સંસ્થાના પાયાના પથ્થર સમાન બે કર્મચારીઓની પસંદગી થવી એ ખૂબ જ આનંદની વાત છે. તેમણે બંને કર્મચારીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સંસ્થાના હિતેચ્છુઓ અને જૂનાગઢના સેવાભાવી નાગરિકો તરફથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટે કાર્યરત આ સંસ્થા સમાજ માટે એક દિવાદાંડી સમાન સાબિત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    દિવ્ય ભાસ્કર ડિજિટલમાં બનો રિપોર્ટર:સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક સહિતના કાર્યક્રમોના ન્યૂઝ મોકલી મેળવો આકર્ષક વળતર
    Next Article
    Know Your City: From Padminis to pre-war classics, Bengaluru’s vintage car enthusiasts keep automotive nostalgia alive

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment