Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના શોપિંગ સેન્ટરમાં આગ, મોટી દુર્ઘટના ટળી:શોર્ટ સર્કિટથી લાગેલી આગ પર ફાયર સેફટીથી કાબુ મેળવાયો

    3 days ago

    ભરૂચના ઝાડેશ્વર ચોકડી સ્થિત આર.કે. એલીનોરા શોપિંગ સેન્ટરમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગ સાઈ અગરબત્તીની દુકાનમાં ભભૂકી ઉઠી હતી, જેના પગલે શોપિંગ સેન્ટરમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. શોપિંગ સેન્ટરમાં ઉપલબ્ધ ફાયર સેફટી સાધનોનો ઉપયોગ કરીને સ્થાનિક લોકોએ ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકા અને જી.એન.એફ.સી.ના ફાયર બ્રિગેડને પણ કરવામાં આવી હતી. સદભાગ્યે, સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જો ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ ન હોત, તો આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી મોટી દુર્ઘટના સર્જી શકી હોત. આ ઘટનાએ ફાયર સેફટી વ્યવસ્થાના મહત્વ અને તાત્કાલિક પ્રતિસાદની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં ઓવૈસીએ હુમાયુ કબીરની પાર્ટી સાથે ગઠબંધન કર્યુ:ભાજપે કહ્યું- ઓવૈસીનો બંગાળમાં ઘુસવાનો પ્રયાસ; તમિલનાડુ-AIADMKએ 23 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
    Next Article
    હિંમતનગર ભાજપમાં નવા સંગઠનની જાહેરાત:યુવા, કિસાન અને બક્ષીપંચ મોરચાના પ્રમુખો સહિત 11 કાર્યકર્તાઓની નિમણૂક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment