Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ ચારેય બાજુથી ઘેરાઈ રહ્યા છેઃ એક્સપર્ટ:એવી પરિસ્થિતિમાં ફસાઈ શકે છે, જ્યાં યુદ્ધ વધું વિકરાળ બનશે; આ પહેલાં ટ્રમ્પે કહ્યું- અમે જીતી રહ્યા છીએ

    4 days ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 26મો દિવસ છે. અમેરિકાના ડિફેન્સ એક્સપર્ટ અને વ્હાઇટ હાઉસના પૂર્વ સલાહકાર રોબર્ટ પેપે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચારેય બાજુથી ઘેરાઇ રહ્યા છે. ટ્રમ્પ એવી પરિસ્થિતિમાં ફસાઈ શકે છે, જ્યાં યુદ્ધ ધીમે ધીમે વધુ વિકરાળ બની શકે છે. રોબર્ટ પેપે ભારતીય મીડિયા સાથે વાત કરતા કહ્યું કે શરૂઆતમાં નાના-નાના હુમલા કરવામાં આવે છે, પરંતુ જ્યારે તેનાથી મોટો ટાર્ગેટ હાંસલ થતો નથી, ત્યારે હુમલાઓ વધુ વધારી દેવામાં આવે છે. આને 'એસ્કેલેશન ટ્રેપ' કહેવાય છે, એટલે કે એવી જાળ જેમાં ફસાઈને યુદ્ધ સતત વધતું જાય છે. તેમણે ચેતવણી આપી કે જો યુદ્ધ વધશે તો હોર્મુઝ સ્ટ્રેટ પર વધુ ગંભીર અસર પડશે, જ્યાંથી ઓઇલ સપ્લાયનો મોટો હિસ્સો પસાર થાય છે. આનાથી વિશ્વની અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પેપના મતે, આ સ્થિતિમાં ઈરાન મજબૂત બની શકે છે અને તેલ પર વધુ નિયંત્રણ મેળવી શકે છે. પરિસ્થિતિને સંભાળવા માટે ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીને નિયંત્રિત કરવી જરૂરી છે અને આ નિર્ણય ટ્રમ્પ જ લઈ શકે છે. ઈરાનમાં હુમલાઓની અસર… અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    रणवीर सिंह का पीछा नहीं छोड़ रहे 'पुराने पाप', धुरंधर 2 की सक्सेस के बीच इस तरफ से आई बुरी खबर
    Next Article
    કર્ણાટકમાં પોલિસી- બાળકોનો સ્ક્રીન ટાઈમ 1 કલાક રહે:સાંજે 7 વાગ્યા પછી ઇન્ટરનેટ બંધ; 9-12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ડ્રાફ્ટ જાહેર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment