Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં બોટમાં માછીમારનું શંકાસ્પદ મોત:બોટના કેબિનમાંથી મોઢામાંથી લોહી નીકળેલી હાલતમાં લાશ મળી, પોલીસ તપાસ શરૂ

    10 hours ago

    વલસાડ તાલુકાના કકવાડી ખાડી પાસે માછીમારી બોટમાં એક માછીમારનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. મૃતદેહ બોટના કેબિનમાંથી મોઢામાંથી લોહી નીકળેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે ડુંગરી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાની વહીયાળના વાંકા ફળીયામાં રહેતા મુકેશભાઈ શંકરભાઈ પટેલ (ઉ.વ. 54) ‘હરીપ્રસાદ’ (IND.GJ.15.MM.4084) નામની બોટમાં માછીમારી કરવા કકવાડી મેથીયા ફળિયા ખાડીના કિનારે ગયા હતા. આ બનાવ અંગે નાની વહીયાળના બરફટા ફળીયામાં રહેતા અશોકકુમાર રમેશભાઈ પટેલે (ઉ.વ. 33) ડુંગરી પોલીસને જાણ કરી હતી. મુકેશભાઈનું મોત 23 માર્ચ 2026ના રાત્રે 10:30થી 24 માર્ચ 2026ના સવારે 6:30 દરમિયાન કોઈપણ સમયે થયું હોવાનું મનાય છે. તેઓ સવારે બોટના કેબિનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતકના શરીર પર બહારથી કોઈ ઇજાના નિશાન જોવા મળ્યા નહોતા. જોકે, તેમના મોઢાના ભાગેથી લોહી નીકળી સુકાઈ ગયેલું હતું, જેના કારણે તેમના મોતનું કારણ અસ્પષ્ટ બન્યું છે. ડુંગરી પોલીસે આ બનાવ અંગે BNSS કલમ 194 હેઠળ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ આજે મહત્ત્વની બે મિટિંગ બોલાવી:બપોરે કેન્દ્રીય કેબિનેટની ને સાંજે ઓલ પાર્ટી મિટિંગ; અગાઉ પહેલગામ હુમલો, કોરોનાકાળ વખતે આ મિટિંગ બોલાવેલી
    Next Article
    Opened accounts in connivance with CREST officials, later siphoned off money: 3 IDFC employees to police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment