Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત સચિવના પુત્રવધૂની નાટ્યકાત્મક પોલીસ સમક્ષ શરણાગતિ:પૈસા બાબતે મીરાએ પણ ચુપકીદી સાધતા પોલીસ માથું ખંજવાળતી થઈ, ગાંધીનગરના મહાઠગ દંપતીનું કરોડોની ઠગાઈ પ્રકરણ

    2 days ago

    ગાંધીનગરના સેક્ટર-23માં રહેતા નિવૃત નાયબ સચિવના પરિવાર દ્વારા આચરવામાં આવેલા કરોડોના ફૂલેકા પ્રકરણમાં આખરે મોટો વળાંક આવ્યો છે. છેલ્લા પાંચ મહિનાથી પોલીસને થાપ આપી રહેલી મુખ્ય આરોપી નીરવ દવેની પત્ની મીરા દવેએ આખરે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી છે. જોકે ધરપકડ બાદ પણ મીરાએ પૈસા બાબતે હાથ અધ્ધર કરી મૌન સેવી લેતા પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ છે. જેને પણ પતિ પુત્ર અને સસરાની માફક કોર્ટે સેન્ટ્રલ ધકેલી દેવાઈ છે. બીજી તરફ કરોડો રૂપિયા ક્રિપ્ટો કે હવાલા મારફતે વિદેશ મોકલાયા હોવાની આશંકાએ EDએ તપાસનો ધમધમાટ ચાલુ રાખતા હવે રોકાણકારોની હાલત પણ સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે. કૌભાંડનો આંકડો ઇન્ફોસિટી પોલીસના ચોપડે હાલ 33 કરોડ પાટનગરમાં નિવૃત નાયબ સચિવના પુત્ર અને પુત્રવધુ દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના હાઈપ્રોફાઈલ ઠગાઈ પ્રકરણમાં આખરે લાંબા સમયથી ફરાર મીરા દવેએ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી છે. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી ટેન્ડરોના નામે આચરેલા આ કૌભાંડનો આંકડો ઇન્ફોસિટી પોલીસના ચોપડે હાલ 33 કરોડ બોલી રહ્યો છે, પરંતુ પડદા પાછળ હજુ પણ અનેક નામાંકિત બિલ્ડરો અને ડોક્ટરો ભોગ બન્યા હોવાથી આ આંકડો 80 કરોડ સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે. મીરાના મોનથી પણ પોલીસ માથું ખંજવાળતી થઈ જોકે પોલીસ ધરપકડ બાદ પણ મીરા દવેએ તેના પતિ નીરવની માફક જ મૌન ધારણ કરી કરોડો રૂપિયા બાબતે કશું જ જાણતી ન હોવાનું રટણ શરૂ કરતાં ઇન્ફોસિટી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. લેટરપેડ પર નકલી વર્ક ઓર્ડર બનાવી રોકાણકારોને ફસાવ્યા આ સમગ્ર કૌભાંડની જાળ વર્ષ 2004થી ગૂંથવાની શરૂ થઈ હતી. આ શાતિર પરિવારે ઠગાઈ માટે હાઈપ્રોફાઈલ સરકારી પ્રોજેક્ટ્સનો સહારો લીધો હતો. ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના લેટરપેડ પર નકલી વર્ક ઓર્ડર બનાવી રોકાણકારોને શીશામાં ઉતારવામાં આવતા હતા. નીરવ દવેનો પુત્ર યજત નકલી દસ્તાવેજો તૈયાર કરતો નીરવ દવે અને તેના પરિવારે પાટણની રાણકી વાવમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ, દ્વારકાના શિવરાજપુર બીચનું ડેવલપમેન્ટ અને અમરેલીના રાજમહેલ કિલ્લાના રિનોવેશન જેવા સરકારી કામોના નકલી વર્ક ઓર્ડર બનાવી રોકાણકારોને વિશ્વાસમાં લીધા હતાં. આ ઠગાઈમાં નીરવનો પુત્ર યજત ડિજિટલ એડિટિંગ દ્વારા અસલી સરકારી પત્રોમાં છેડછાડ કરીને નકલી દસ્તાવેજો તૈયાર કરતો હતો, જ્યારે નીરવના પિતા મહેન્દ્ર દવે નિવૃત નાયબ સચિવ હોવાથી રોકાણકારોને આ સરકારી પ્રોજેક્ટ્સ સાચા હોવાનો પૂરો ભરોસો બેસી જતો હતો. તમામ ભોગ બનનાર સામે આવે તો આંકડો 80 કરોડને પાર થઈ શકે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાલ ઠગાઈનો આંકડો 33 કરોડ નોંધાયો છે. પરંતુ સૂત્રો મુજબ, હજુ પણ 17 જેટલા એવા રોકાણકારો છે જેમના કરોડો રૂપિયા ડૂબ્યા છે. આ રોકાણકારોએ બ્લેક મની રોક્યા હોવાથી તેઓ સામે આવતા ડરી રહ્યા છે. જો આ તમામ ભોગ બનનાર સામે આવે તો કૌભાંડનો કુલ આંકડો 80 કરોડને પાર કરી શકે છે. ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને વિદેશ મોકલાયા જોકે ઠગાઈની કરોડોની રકમ ક્યાં ગઈ તે અંગે પોલીસ તપાસમાં હજુ સુધી કોઈ નક્કર વિગતો હાથ લાગી નથી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે અથવા હવાલા મારફતે વિદેશમાં મોકલી દેવાયા છે. EDની એન્ટ્રી, નોટિસો ફટકારીને ખુલાસા માગ્યા આ આર્થિક ગુનાની ગંભીરતાને જોતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ પણ ઝંપલાવ્યું છે. ED દ્વારા ભોગ બનનાર વેપારીઓને નોટિસો ફટકારીને એક મહિનામાં રોકાણ કરેલા નાણાંના સ્ત્રોતનો હિસાબ રજૂ કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેને પગલે અનેક રોકાણકારો હવે પોતાની સામે જ તપાસ ન શરૂ થાય તેવા ફફડાટમાં જીવી રહ્યા છે. મીરા અલગ અલગ સ્થળોએ નાસતી ફરતી હતી આ અંગે ઇન્ફોસિટી પીઆઇ વી.આર. ખેરે જણાવ્યું કે, મીરા દવે અત્યાર સુધીમાં અલગ અલગ સ્થળોએ નાસતી ફરતી હતી. છેલ્લે તે વૈષ્ણવોદેવી કોઈ ગામડામાં રોકાઈ હતી. જેને આજે સરન્ડર કરતા તેની ભાવિક સાથેની ઠગાઇના ગુનામાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાઈ હતી. UST એકાઉન્ટ્સની તપાસમાં પણ પૈસાનો સગળ મળ્યા નથી વધુમાં, જેની પૂછતાછમાં પૈસાનો હિસાબ નીરવ રાખતો હોવાથી કશું તે જાણતી નહીં હોવાનું સામે આવ્યું છે. જેના UST એકાઉન્ટ્સની તપાસમાં પણ પૈસાનો સગળ મળ્યા નથી. આગામી દિવસોમાં અન્ય ગુનાઓમાં ફરી ધરપકડ કરી આજ પ્રોસેસ કરીશું. બાદમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરીશું. આમાં હવે કરોડોની ઠગાઈ પ્રકરણમાં પોલીસ તપાસમાં પૈસાની આશાએ બેસી રહેલા રોકાણકારોને રાતા પાણીને રોવાનો વખત આવ્યો હોવાનો ઘાટ ઘડાયો છે.
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટ- સાઉદીએ ટ્રમ્પને કહ્યું, ઈરાન પર હુમલા ચાલુ રાખો:વર્તમાન સરકારને ખતમ કરો, તે ખાડી દેશો માટે જોખમ
    Next Article
    School ‘denies’ entry to students, asks parents to first clear unpaid fees

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment