Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ અકસ્માત કેસમાં આરોપી નિર્દોષ જાહેર:ધારાશાસ્ત્રી રાજુભાઈ પરમારની દલીલોથી કોર્ટે મુક્ત કર્યો

    2 days ago

    બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અકસ્માત અને બેદરકારીથી વાહન ચલાવવાના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. બોટાદની ૨-એડિશનલ સિવિલ જજ અને જે.એમ.એફ.સી. કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.આ કેસમાં બચાવ પક્ષે જાણીતા ધારાશાસ્ત્રી રાજુભાઈ એમ. પરમાર રોકાયા હતા. તેમની કાયદાકીય કુનેહ અને તાર્કિક દલીલોના પરિણામે અદાલતે આરોપીને નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો. એડવોકેટ રાજુભાઈ પરમારે સાક્ષીઓની ઝીણવટભરી ઉલટતપાસ કરી હતી. તેમણે પુરાવાઓનું સચોટ પૃથક્કરણ રજૂ કર્યું હતું અને સાબિત કર્યું કે ફરિયાદી પક્ષ ભારતીય દંડ સંહિતા (IPC) કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ હેઠળ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. નામદાર અદાલતે બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો ન્યાયિક આદેશ કર્યો હતો. આ ચુકાદાને પગલે બોટાદના કાયદાકીય વર્તુળોમાં એડવોકેટ રાજુભાઈ પરમારની કામગીરીની સરાહના થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    UCC બિલની ચર્ચા વચ્ચે ગૃહમાં હોબાળો, ગોપાલ ઇટાલિયાએ માફી માંગી:લગ્ન નોંધણીની જૂની પ્રક્રિયા રદ કર્યાનો આક્ષેપ, હર્ષ સંઘવીએ કહ્યું- આ વાત સાચી સાબિત થશે તો રાજીનામું આપી દઈશ
    Next Article
    પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાવવી ભારે પડી:રાજકોટમાં એસોસિએશનનાં પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરુદ્ધ ગુનો દાખલ, IOCL દ્વારા ફરિયાદ નોંધવાતા પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment