Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે સેમિનાર:વોકેશનલ શિક્ષણ શરૂ કરવા આચાર્યોને માર્ગદર્શન અપાયું

    16 hours ago

    વાપીની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે નોન-ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યો માટે વોકેશનલ શિક્ષણ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓમાં વોકેશનલ શિક્ષણનો પ્રારંભ કરવાનો હતો. આ સેમિનારમાં જિલ્લાની વિવિધ નોન-ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના આચાર્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સંઘના પ્રમુખ અલ્પાબેન કોટડીયા, મંત્રી મિત્તલબેન ઢાકડા, ફાઉન્ડર કપિલસ્વામી અને SSA કો-ઓર્ડિનેટર શીતલબેન પણ હાજર રહ્યા હતા. સેમિનાર દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અંતર્ગત વોકેશનલ શિક્ષણના મહત્વ, તેના ઉદ્દેશો અને ભવિષ્યમાં તેની વધતી આવશ્યકતા વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે શાળાઓમાં શરૂ કરી શકાય તેવા વિવિધ વોકેશનલ વિષયો, સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ કોર્સની પસંદગી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં તેની ભૂમિકા વિશે વિગતવાર સમજણ આપી હતી. આ ઉપરાંત, મૂલ્યાંકન પદ્ધતિ, પ્રેક્ટિકલ આધારિત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારક્ષમતા વધારવા જેવા મુદ્દાઓ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ડૉ. ટંડેલે જણાવ્યું હતું કે, વોકેશનલ શિક્ષણથી વિદ્યાર્થીઓમાં આત્મનિર્ભરતા, કુશળતા અને વ્યવસાયિક દૃષ્ટિકોણનો વિકાસ થશે. તેમણે વલસાડ જિલ્લાની તમામ નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી વોકેશનલ શિક્ષણ અસરકારક રીતે અમલમાં મૂકવા આચાર્યોને અનુરોધ કર્યો હતો અને તેમને સક્રિય કામગીરી માટે પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત શિક્ષણવિદો દ્વારા આ માર્ગદર્શનને અત્યંત ઉપયોગી તથા પ્રેરણાદાયી ગણાવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Trump dials Modi, both discuss keeping Strait of Hormuz open
    Next Article
    AAPના તાલુકા પ્રમુખ સહિત 35 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા:બહુચરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કારોબારી બેઠક યોજાઈ હતી; સંગઠન મંત્રીનો નવો ઘટસ્ફોટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment