Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહપુર દરવાજા બહાર મોંઘવારી મુદ્દે યુથ કોંગ્રેસનો દેખાવો:તેલના ડબ્બા ને ગેસ સિલિન્ડર સાથે ભાજપ હાય હાયના સૂત્રોચ્ચા, બળદ ગાડા પર બેસી વિરોધ કરતા પોલીસે અટકાયત કરી

    2 days ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા મતદારોને રિઝવવા માટેના કોંગ્રેસ દ્વારા અલગ અલગ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં યુથ કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીને મુદ્દો બનાવી સરકાર વિરુદ્ધ અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાહપુર દરવાજા બહાર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેનર-પોસ્ટર સાથે દેખાવો કર્યો હતો. ભાજપના વચન ખોટા, મોંઘવારીના મારના મોટા બેનર સાથે બળદ ગાડા પર બેસી સરકાર હાય હાયના નારા લગાવ્યા હતા. ખાલી ગેસ સિલિન્ડર અને ખાલી તેલના ડબ્બા લઈને રસ્તો રોકતા પોલીસ દ્વારા યુથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો મુદ્દે વિરોધ પ્રદર્શન સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે સક્રિય બન્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ શહેરના તમામ વોર્ડના સ્થાનિકોના મુદ્દે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો મુદ્દો ઉઠાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાહપુર દરવાજા બહાર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોદી આવ્યા, મોંઘવારીના લાવ્યા જેવા સૂત્રો સાથે પોસ્ટર લઈને દેખાવો કર્યો હતો. ભાજપના વચન ખોટા, મોંઘવારીના માર મોટા જેવા બેનરો સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ નારા પણ લગાવ્યા હતા. ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર સાથે યુથ કોંગ્રેસ રસ્તા પર ઉતરી યુથ કોંગ્રેસે બળદ ગાડા સાથે સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાલી તેલના ડબ્બા અને ખાલી ગેસ સિલિન્ડરની બોટલ લઈને હાય રે મોંઘવારી હાય હાયના નારા પણ લગાવ્યા હતા. બળદ ગાડા પર બેસીને મોંઘવારી મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો. ભાજપ હાય હાય જેવા સૂત્રોચ્ચાર સાથે યુથ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે યુથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગેસ સિલિન્ડર, તેલ સહિતની બોટલ સાથે રસ્તો પર બેસી ગયા હતા. રસ્તો બ્લોક કરીને મોંઘવારી કાબૂમાં લાવવવા માંગ કરી હતી. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તો રોકી લેતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જે બાદ પોલીસે દ્વારા યુથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. જો કે મોંઘવારી વિશે સરકાર નહીં વિચારે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના દિવ્યાંગ શિક્ષિકા આલિયા ખાને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું:ભુવનેશ્વરમાં 24મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોળાફેંક સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો
    Next Article
    Informal sector pay rose just 4% in 2025, 32% fewer jobs added

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment