Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાખોનો મુદ્દામાલને છેતરપિંડીના રિકવર નાણાં મૂળ માલિકોને પરત અપાયા:મહેસાણા બી-ડિવિઝન પોલીસે ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢયા

    3 days ago

    નાગરિકોની સુરક્ષા અને સેવાના સંકલ્પ સાથે મહેસાણા પોલીસ દ્વારા વધુ એક સફળ કામગીરી પાર પાડવામાં આવી છે. મહેસાણા જીલ્લામાં ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા અને સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને તેમના નાણાં પરત અપાવવાની મળેલી સૂચનાના આધારે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશને મોટી સફળતા હાંસલ કરી છે. ગુમ થયેલા મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકોન પરત અપાયા મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ, સાયબર ક્રાઇમ ટીમ અને ટેકનિકલ એક્સપર્ટ્સ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.આ ટીમ દ્વારા CEIR PORTAL પર નોંધાયેલી અરજીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરીને અલગ-અલગ જગ્યાએથી ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. 3.16 લાખ રિફન્ડ અપાવી ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર ગુનાઓને ડામવા માટે NCCRP પોર્ટલ પર મળેલી અરજીઓની સચોટ તપાસ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ ટીમે તપાસ કરી છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોના બેંક ખાતામાં રૂપિયા 3,16,725 જેવી માતબર રકમ રિફન્ડ અપાવી હતી. 13.03નો મુદ્દામાલ અને નાણાં અરજદારોને પરત કર્યા પોલીસ દ્વારા માત્ર ટેકનિકલ સાધનો જ નહીં પરંતુ અન્ય કિંમતી ચીજવસ્તુઓ પણ શોધી કાઢીને મૂળ માલિકોને સુપરત કરવામાં આવી હતી.જેમાં સાયબર રિફન્ડ 3,16,725 (બેંક ખાતામાં જમા) મોબાઈલ ફોન 10 નંગ (કિંમત રૂ. 1,81,499),સોનાના દાગીના 6 તોલા કિંમત રૂ.7,90,000),સાયકલ 4 નંગ (કિંમત રૂ.15,000) મહેસાણા બી-ડિવિઝન પોલીસે કુલ રૂપિયા 13,03,225 ની કિંમતનો મુદ્દામાલ અને નાણાં અરજદારોને પરત કરી હતી. પોતાની ગુમ થયેલી વસ્તુઓ અને છેતરાયેલા નાણાં પરત મળતા અરજદારોએ મહેસાણા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીમાં સામેલ તમામ કર્મચારીઓની ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના રેલવે ગોદામમાં કેબલના જથ્થામાં આગ લાગી:દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા, ફાયર વિભાગની ટીમ દોડતી થઈ
    Next Article
    બોટાદમાં પુલ તોડાયો, ડાયવર્ઝન નથી:8 દિવસથી બાળકો અને વૃદ્ધ સહિતના લોકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment