Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ઇંધણની કોઈ અછત નથી:અફવાઓથી દૂર રહેવા અને પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ ન કરવા કલેક્ટરની અપીલ

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે જાહેર જનતાને અફવાઓથી દૂર રહેવા અને પેટ્રોલ પંપો પર બિનજરૂરી ભીડ ન કરવા અપીલ કરી છે. વહીવટી તંત્રએ ખુલ્લા કેન કે કેરબામાં ઇંધણ ન આપવા કે મેળવવા સૂચના આપી છે. કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે જણાવ્યું હતું કે, જિલ્લામાં ઇંધણની કોઈ અછત નથી. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં. અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર બિનજરૂરી દોડાદોડી ટાળી શાંતિ જાળવવા તેમણે અનુરોધ કર્યો હતો. વહીવટી તંત્રએ જિલ્લાના તમામ પેટ્રોલ પંપ સંચાલકોને સ્પષ્ટ સૂચના આપી છે કે, તેમની પાસે જથ્થો ઉપલબ્ધ હોય ત્યાં સુધી પ્રજાને સતત પેટ્રોલ-ડીઝલ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી. સુરક્ષાના કારણોસર, તમામ પેટ્રોલ પંપોને કડક તાકીદ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિને છૂટક રીતે ખુલ્લા કેન, કેરબા કે અન્ય કોઈ કન્ટેનરમાં પેટ્રોલ-ડીઝલ ન આપવું. નાગરિકોને પણ આવી રીતે ઇંધણ મેળવવા માટે પેટ્રોલ પંપ પર ન જવા કલેક્ટરે ખાસ અનુરોધ કર્યો છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ નાગરિકને પેટ્રોલ-ડીઝલ મેળવવામાં મુશ્કેલી પડે અથવા કોઈ ચોક્કસ ફરિયાદ હોય, તો તેઓ તાત્કાલિક ધોરણે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકે છે. સમગ્ર રાજ્ય અને જિલ્લામાં ઇંધણની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હોવાથી જનતાએ ગભરાવાની જરૂર નથી. કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે વહીવટી તંત્રને સહયોગ આપવા માટે પણ અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ડોક્ટરનો યુવકના ગળા પર હથોડાથી હુમલો, ખજોડ ડમ્પિંગ સાઈટમાં ભિષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા
    Next Article
    Time for debutants Ayush Shetty, Devika Sihag to step up to Thomas and Uber Cup challenge

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment