Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદની કેલોરેક્સ પ્રિ સ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાયો:નાના ભૂલકાઓએ રંગારંગ કાર્યક્રમો રજૂ કર્યા

    1 week ago

    બોટાદના પાળીયાદ રોડ, જવાહર નગર અને ગઢડા રોડ પર આવેલા લક્ષ્મી નારાયણ પાર્ક ખાતેની કેલોરેક્સ પ્રિ સ્કૂલનો વાર્ષિક મહોત્સવ 22 માર્ચ, રવિવારના રોજ બોટાદની બ્રહ્મ સમાજ વાડી ખાતે યોજાયો હતો. આ મહોત્સવમાં પ્લે ગ્રુપ, નર્સરી, KG 1 અને KG 2 ના નાના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી, જેણે ઉપસ્થિત સૌ વાલીઓ અને મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ડેપ્યુટી મામલતદાર મનસુખભાઈ પંડ્યા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં વાલીગણ પણ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. મહોત્સવના અંતે, આખા વર્ષ દરમિયાન શાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેમજ વાર્ષિકોત્સવમાં ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્રો અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન જોનીભાઈ દરેડવાળા અને નેહનલબેન જોનીભાઈ કુંવરાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ સઘન જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    વિધાનસભામાં UCC બિલ રજૂ થતા જ અમદાવાદમાં વિરોધ:લાલ દરવાજા વિસ્તારમાં SDPI બાદ AIMIMનું વિરોધ પ્રદર્શન, મહિલાઓએ કહ્યું- મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરાયો, સંવિધાનની વિરૂદ્ધનું કામ
    Next Article
    રાજસ્થાનના ખેડૂતો માટે SPU માં કૃષિ તાલીમ સંપન્ન:ચિત્તોડગઢના 30 ખેડૂતોને આધુનિક તકનીકોનું માર્ગદર્શન મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment