Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલે સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા:સ્કાઉટ-ગાઇડ અને રોવર-રેન્જર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ સન્માનિત કરાયા

    2 days ago

    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરના રાજભવન ખાતે સિલ્વર ઓક યુનિવર્સિટીના સ્કાઉટ-ગાઇડ અને રોવર-રેન્જર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા. આ સન્માન તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને વર્ષ 2025-26 દરમિયાન સમુદાય સેવા, સ્વચ્છતા અભિયાન, આપત્તિ વ્યવસ્થાપન તાલીમ અને વિવિધ કૌશલ્ય-આધારિત પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી બદલ આ એવોર્ડ એનાયત કરાયો હતો. કાર્યક્રમમાં તેમને પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નોથી સન્માનિત કરવામાં આવ્યા. આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં ધ્રુવ ભટ્ટે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીથી લઈને પુરસ્કાર મેળવવા સુધી મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પોતાના સંબોધનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સ્કાઉટ-ગાઇડ જેવી પ્રવૃત્તિઓ યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ, સેવા ભાવના અને જવાબદારીનો વિકાસ કરે છે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય અને રાષ્ટ્ર નિર્માણ માટે આવશ્યક છે. આ કાર્યક્રમથી તમામ વિદ્યાર્થીઓને સમાજ સેવા પ્રત્યે વધુ સમર્પિત બનવાની પ્રેરણા મળી.
    Click here to Read More
    Previous Article
    ઓબીસીનાં હક્ક માટે કોંગ્રેસે રાજકોટમાં 'QR કોડ' લોન્ચ કર્યો:53 ટકાને સંગઠિત કરવાનું લક્ષ્ય, ઋત્વિક મકવાણાએ CM બદલવાની શક્યતા વ્યક્ત કરી
    Next Article
    Anthropic’s Claude can now use your computer like a human: Will it replace OpenClaw?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment