Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એમડી ડ્રગ્સ સાથે બિસનોઈ બંધુઓની ધરપકડ:રાજસ્થાનના એક ઢાબા પરથી ડ્રગ્સ લઈ નિકોલ-નરોડા રોડ પર વેચવા આવ્યાં હતાં

    6 days ago

    શહેરમાં દિન-પ્રતિદિન નશાકારક પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલ નજીકના આરપી વસાણી સ્કૂલ પાસેથી કૃષ્ણનગર પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી અને બાકરોલ ખાતે ફેક્ટરીમાં રહી મજૂરી કામ કરનારા બંને શખસ જોધપુરના એક ઢાબા પરથી અજાણ્યા શખસ પાસેથી ડ્રગ્સ લઈને આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે 28 ગ્રામ ડ્રગ્સ અને વાહન સહિત 1.24 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે બન્નેને દબોચી લીધા ઝોન 4 ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું કે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી. એચ. જોશી અને તેમની ટીમને બાતમી મળી હતી કે, નરોડા નિકોલ રોડ ઉપર મોડીરાત્રે ડ્રગ્સ વેચવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસ દ્વારા નારોલ નરોડા રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. આર. પી. વસાણી સ્કૂલ રોડ ઉપર સિનિયર સિટીઝન ગાર્ડન પાસે વોચ ગોઠવી તે દરમિયાનમાં બાઈક ઉપર બે અજાણ્યા શકમંદો આવ્યા હતા. પોલીસે બંને આરોપીને પકડી તેમનું નામ પૂછતા રામપાલ બિસનોઈ અને મહેન્દ્ર બિસનોઈ (બંને રહે, એમ. એન. ફેક્ટરી બાકરોલ ગામ, મૂળ. જોધપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસે તપાસ કરતાં એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીઓ જોધપુર-જેસલમેર હાઇવે પરના ઢાબા પરથી ડ્રગ્સ લાવ્યાં હતાં પડીકીમાં રહેલું ડ્રગનું વજન કરતાં 28 ગ્રામ જેટલું ડ્રગ્સ હતું. આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, બંને છૂટકમાં એમડી ડ્રગ્સનો ધંધો કરે છે. આ ડ્રગનો જથ્થો જોધપુર-જેસલમેર હાઇવે પર આવેલા એક ઢાબા ખાતે અજાણ્યા વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો. બંને આ ડ્રગ્સનો જથ્થો લાવી અને અમદાવાદ ખાતે વેચવા માટે નીકળ્યા હતા. બંને આરોપી મજૂરી કામ કરે છે અને પૈસા કમાવા માટે આ પ્રમાણે ડ્રગ્સ વેચવા નીકળ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઓનલાઇન સટ્ટાનું મસમોટું રેકેટ ઝડપાયું:ઓનલાઇન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાના ચાલતા બેનામી નાણાંની હેરફેર કરનાર પાંચની ધરપકડ, પાલનપુરનો મુખ્ય સૂત્રધાર ફરાર
    Next Article
    Delhi Budget 2026: Free Laptops, Cycles, Sainik School Among Key Announcements

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment