Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા સાંસદે રેલ મંત્રીને રજૂઆત કરી:જિલ્લામાં રેલવે સુવિધાઓ અને માળખાગત વિકાસ મજબૂત કરવા માંગ

    3 days ago

    સાબરકાંઠાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેલવે સુવિધાઓ અને માળખાગત વિકાસને વધુ મજબૂત બનાવવા માટે વિસ્તૃત રજૂઆત કરી. સાંસદે ખેડબ્રહ્માથી હડાદ-અંબાજી સુધીની નવી રેલવે લાઇન માટે મંજૂર થયેલા DPRનો અંદાજ તાત્કાલિક તૈયાર કરવા અને તેની રકમ ઝડપથી મંજૂર કરવા પર ભાર મૂક્યો હતો. હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર CRS અને PCEE દ્વારા નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે ત્યારે હવે આ લાઇન વહેલી તકે કાર્યરત થાય તે માટે પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નાગરિકોને વડોદરા, સુરત, વાપી, વલસાડ અને મુંબઈ જવા માટે લગભગ 80 કિલોમીટર દૂર અમદાવાદ જઈને ટ્રેન પકડવી પડે છે. આના કારણે સમય અને પૈસાનો વ્યય થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે, ખેડબ્રહ્માથી મુંબઈ સુધી સીધી ટ્રેન સેવા શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રેલ મંત્રીએ કાલુપુર રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થયા બાદ ટ્રેનો શરૂ કરવા અંગે ખાતરી આપી હતી. મુંબઈથી અમદાવાદ આવતી ઘણી ટ્રેનો અમદાવાદમાં 10 થી 12 કલાક સુધી રોકાય છે. સાંસદે આ પૈકી કોઈ એક ટ્રેનને હિંમતનગર અથવા ખેડબ્રહ્મા સુધી લંબાવવા વિનંતી કરી હતી. નડિયાદ-કપડવંજ-બાયડ-મોડાસા રેલવે લાઇન પર 53 જેટલા રેલવે ફાટકના કારણે અગાઉ ચાલતી ટ્રેન ખૂબ ધીમી ગતિએ ચાલતી હતી. રેલવેની ઝડપ વધારવા માટે નાના ગ્રામ્ય માર્ગો પર રેલવે અંડરપાસ, સ્ટેટ હાઇવે પર ફ્લાયઓવર બ્રિજ અને નજીકના અંડરપાસ પાસે RCC સર્વિસ રોડ બનાવવા માટે પણ રજૂઆત કરાઈ હતી. સાંસદે ઉદયપુર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને શામળાજી ખાતે સ્ટોપેજ આપવા બદલ અને બાયડ રેલવે સ્ટેશનને D ગ્રેડમાંથી B ગ્રેડમાં અપગ્રેડ કરવા માટે અંદાજે 30 કરોડ રૂપિયા ફાળવવા બદલ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો. આ તમામ મુદ્દાઓ અંગે મંત્રીએ સકારાત્મક વલણ દર્શાવ્યું હતું અને શક્ય તેટલું વહેલી તકે નિરાકરણ લાવવા બાંહેધરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ UCC બિલ ગૃહમાં રજૂ કર્યું:મુખ્યમંત્રીએ કહ્યું હોત કે જય શ્રીરામ બોલો તો હું બોલું પણ જીતુભાઈએ કહ્યું એટલે નહીં બોલું: અમિત ચાવડા
    Next Article
    ઓનલાઇન સટ્ટાનું મસમોટું રેકેટ ઝડપાયું:ઓનલાઇન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાના ચાલતા બેનામી નાણાંની હેરફેર કરનાર પાંચની ધરપકડ, પાલનપુરનો મુખ્ય સૂત્રધાર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment