Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આ મારી પત્ની નથી, બહેન છે':ફરદીન ખાને બહેન લૈલાને પત્ની સમજનારા પાપારાઝીની ભૂલ સુધારી; લાંબા સમયથી ગુજ્જુ પત્ની સાથે અણબનાવની ચર્ચા

    3 days ago

    મુંબઈમાં તાજેતરમાં એક એવોર્ડ ફંક્શન દરમિયાન 'નો એન્ટ્રી' ફેમ એક્ટર ફરદીન ખાન તેની બહેન લૈલા સાથે જોવા મળ્યો, જ્યાં પેપરાઝીએ લૈલાને તેની પત્ની સમજી લીધી. આના પર ફરદીને તરત જ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તે તેની બહેન છે, પત્ની નહીં. જેનાથી ગેરસમજ દૂર થઈ. 'ઘણા હેન્ડલ્સના મતે આ મારી પત્ની છે' સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ફરદીન પાપારાઝીની ભૂલ સુધારતો જોવા મળે છે. તે કહે છે, 'આ મારી બહેન છે, પત્ની નહીં. ઘણા હેન્ડલ્સ લખે છે કે આ મારી પત્ની છે.' આના પર તેની બહેન લૈલા હસી પડે છે અને ફરદીન પણ હસતો જોવા મળે છે. ફરદીન ગુજરાતનો જમાઈ છે ફરદીન ખાને 'આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે' ગીત ફેમ પીઢ એક્ટ્રેસ મુમતાઝ અને ગુજરાતી બિઝનેસમેન મયુર માધવાણીની દીકરી નતાશા માધવાણી સાથે લગ્ન કર્યા છે. બંનેને બે બાળકો છે, દીકરી ડાયની અને દીકરો અજેરિયસ છે. ફરદીન લાંબા સમય સુધી લંડનમાં રહ્યો, પરંતુ હવે તેણે મુંબઈમાં ફરીથી પોતાનો બેઝ બનાવી લીધો છે. તેના મુંબઈ શિફ્ટ થયા પછી સોશિયલ મીડિયા પર નતાશાથી અલગ થવાની અફવાઓ સામે આવી હતી, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 2024માં 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ને આપેલા એક ઇન્ટરવ્યુમાં ફરદીને બાળકોથી દૂર રહેવું મુશ્કેલ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, તે તેની સાથે નિયમિતપણે વીડિયો કોલ પર જોડાયેલો રહે છે. મુમતાઝે છૂટાછેડાના સમાચારોને નકારી કાઢ્યા હતા બીજી તરફ, મુમતાઝે 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'આ મામલે કંઈ પણ ગંભીર નથી. ફરદીન અને નતાશા હજુ પણ પતિ-પત્ની છે અને તેમના છૂટાછેડા થયા નથી. કદાચ હવે તેમની વચ્ચે બનતું નથી, પરંતુ દરેક લગ્નમાં ઉતાર-ચઢાવ આવે છે.' ફરદીને 2024માં 'હીરામંડી'થી કમબેક કર્યું ફરદીન ખાને લાંબા સમય પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરી છે. ફિલ્મ 'દુલ્હા મિલ ગયા' (2010) પછી લાંબા બ્રેક બાદ તેણે 2024માં વેબ સિરીઝ 'હીરામંડી'થી કમબેક કર્યું. આ પછી તે ‘ખેલ ખેલ મેં’, ‘વિસ્ફોટ’ અને ‘હાઉસફુલ 5’ જેવા પ્રોજેક્ટ્સમાં જોવા મળ્યો. નોંધનીય છે કે, 1998માં ‘પ્રેમ અગન’થી કરિયર શરૂ કરનાર ફરદીન ‘જંગલ’, ‘પ્યાર તુને ક્યા કિયા’ અને ‘નો એન્ટ્રી’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચિન્નાસ્વામી સ્ટેડિયમની 11 બેઠકો હંમેશા ખાલી રાખવામાં આવશે:સ્મારક પટ્ટિકા પણ લાગશે; RCB-કર્ણાટક ક્રિકેટ બોર્ડે ભાગદોડના મૃતકોને આપી અનોખી શ્રદ્ધાંજલિ
    Next Article
    મુખ્યમંત્રીએ UCC બિલ ગૃહમાં રજૂ કર્યું:મુખ્યમંત્રીએ કહ્યું હોત કે જય શ્રીરામ બોલો તો હું બોલું પણ જીતુભાઈએ કહ્યું એટલે નહીં બોલું: અમિત ચાવડા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment