Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના પેટ્રોલ પંપો પર પોલીસની અપીલ:'તમામ નાગરિકોને વિનંતી છે કે, પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓથી દૂર રહો, ​તમામ પેટ્રોલ પંપો પાસે પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, ક્યાંય કોઈ અછત નથી.

    2 days ago

    અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સર્જાયેલી સ્થિતિમાં પણ ભારતમાં પેટ્રોલ ડીઝલ અને ગેસની અછત નહીં હોવાનું વારંવાર તંત્ર દ્વારા કહેવા છતાં ગભરાટના કારણે વાહનચાલકોએ પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવવા રીતસરની દોડધામ મચાવી મૂકી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રએ કેટલાક પેટ્રોલ પંપોએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ડીઝલ અને પેટ્રોલ હોવાની જાહેરાત પોલીસે કરી હતી. વડોદરા શહેરમાં ગઈકાલે સાંજથી લોકો પોતપોતાના વાહનો લઈને ચાલકો ઇંધણની ટાંકી ફુલ કરાવવા નીકળી પડ્યા હતા. જેથી ગઈકાલે શહેરના મોટાભાગના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. એલપીજી ગેસની જેમ જ પેટ્રોલ ડીઝલની પણ અછત ઊભી થશે તેવી અફવા ફેલાઈ હતી જેથી ગભરાઈ ગયેલા વાહન ચાલકોએ પેટ્રોલ ડીઝલ માટે પંપો પર વહેલી સવારથી જ લાઈનો લાગી ગઈ હતી. જેને પગલે તંત્ર એક્શનમાં આવ્યું છે અને પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં અનાઉન્સ કર્યું હતું કે, અફવાઓથી દૂર રહો, કારણ કે પેટ્રોલ અને પૂરતી જથ્થો છે. પોલીસકર્મીએ પેટ્રોલ પંપ પર જઈને જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તમામ નાગરિકોને એક ખાસ વિનંતી છે કે અત્યારે સોશિયલ મીડિયામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે જે અફવાઓ ચાલી રહી છે, તેનાથી દૂર રહો અને સાવધાન રહો. ​હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, ​તમામ પેટ્રોલ પંપો પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ​ઇંધણનો પુરવઠો એકદમ રેગ્યુલર છે, ક્યાંય કોઈ અછત નથી. ​મારી નમ્ર અપીલ છે કે ખોટો ગભરાટ ફેલાવશો નહીં અને પેટ્રોલ પંપો પર બિનજરૂરી ભીડ કરશો નહીં. તમારી જરૂરિયાત મુજબ જ ઇંધણ મેળવો અને પેટ્રોલ પંપના સ્ટાફ સાથે પૂરો સહકાર આપો. અફવાઓથી બચો અને સાચી માહિતી જ ફેલાવો. આભાર.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ આવતીકાલે ઓલપાર્ટી મિટિંગ બોલાવી:PM મોદી ઈરાન યુદ્ધ મામલે આજે રાજ્યસભામાં સંબોધન કરશે;
    Next Article
    Arvalli Loot News | મોડાસામાં મોડી રાત્રે એક સાથે 13 દુકાનના તાળા તૂટ્યા | Crime News |Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment