Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં અજાણ્યો યુવક વીજ ટ્રાન્સફોર્મર પર ચડી ગયો:જીવંત વાયરો પકડતા રહીશોએ જીવના જોખમે બચાવ્યો, આપઘાતના ઇરાદે પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન

    3 days ago

    મહેસાણા શહેરમાં મોઢેરા રોડ પર આવેલી ટહુકો પાર્ટી પ્લોટની બાજુમાં ગત મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. એક અજાણ્યા યુવકે વીજ ટ્રાન્સફોર્મર પર ચડી જઈ જીવંત વીજ વાયરો પકડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે આસપાસના રહીશોએ સમયસૂચકતા વાપરી યુવકને મોતના મુખમાંથી ઉગારી લીધો હતો. યુવક વીજ લાઈનના વાયરો પકડી લેતા જોરદાર કરંટ લાગ્યો ગત મોડી રાત્રિના સમયે એક અજાણ્યો શખ્સ અચાનક ટહુકો પાર્ટી પ્લોટ પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર પર ચડી ગયો હતો. કોઈ કંઈ સમજે તે પહેલાં જ તેણે વીજ લાઈનના વાયરો પકડી લેતા જોરદાર વીજ કરંટ લાગવાની શક્યતા ઊભી થઈ હતી. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આપઘાતના પગલે વીજ ટ્રાન્સફોર્મર પર ચડ્યો હોવાનું પ્રાથમિક અનુમાન સ્થાનિક રહીશોએ અત્યંત સાવધાની અને સમયસૂચકતા દાખવી જોખમ ખેડીને યુવકને ટ્રાન્સફોર્મર પરથી સુરક્ષિત નીચે ઉતાર્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાતના ઈરાદે આ પગલું ભર્યું હોવાનું જણાયું છે. ઘટના બાદ તુરંત જ ઇજાગ્રસ્ત હાલતમાં અજાણ્યા શખ્સને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને પગલે વિસ્તારમાં મોડી રાત્રે ભારે કુતૂહલ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે યુવક કોણ હતો અને ક્યાંનો હતો એ જાણી શકાયું નથી.
    Click here to Read More
    Previous Article
    સરકારી કચેરીઓના ધક્કા હવે ભૂતકાળ બનશે:વહીવટી તંત્રમાં ફેસલેસ અને પેપરલેસ ક્રાંતિ, 20 હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ
    Next Article
    રાજકોટ કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ:પૂર્વ મેયરના ગેરકાયદે બાંધકામ મુદ્દે મનપામાં હલ્લાબોલ, કહ્યું-'નાના દૂકાનદારોના ઓટલા સિંઘમ બની તોડો છો, મેયરનું તોડી બતાવો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment