Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અફવાને પગલે બીજા દિવસે પણ પેટ્રોલ પંપો પર લાઈનો:રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, બિનજરૂરી લાઈનો ન લગાવો: ભૂપેન્દ્ર પટેલ

    5 days ago

    ભાસ્કર અપીલ કરે છે કે, સ્ટોક ફૂલ છે અને પેનિક કરવાની જરૂર નથી. ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે પહેલાં ગેસ સિલિન્ડરની અછત અને 23 માર્ચ, 2026ના રોજ રાજ્યભરમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ હતી. પેટ્રોલ-ડીઝલ મળતું બંધ થઈ જશે, તેવા ડરથી લોકોએ મોટા ભાગના પેટ્રોલ પંપ પર બે કિલોમીટર સુધી લાઇનો લગાવી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા. વધતી ભીડને પગલે તાત્કાલિક પોલીસની મદદ લેવી પડી હતી અને પોલીસ અધિકારીઓ દ્વારા લાઉડસ્પીકર લગાવીને લોકોને શાંતિ જાળવવા વિનંતી કરાઈ હતી. આ ઉપરાંત પેટ્રોલ પંપના માલિકો દ્વારા પેટ્રોલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાની અને અછતની વાતો માત્ર પાયાવિહોણી હોવાની સ્પષ્ટતા કરી હતી. પેટ્રોલ-ડીઝલ સહિતનું ઇંધણ ખૂટી પડ્યું હોવાના મેસેજ, ફોટા અથવા રીલ વાઇરલ કરનાર સામે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ કડક કાર્યવાહી કરશે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:સ્પીકરને ઇમેઇલ મળ્યો, બજેટ સત્રની કાર્યવાહી અડધો કલાક મોડી શરૂ થઈ
    Next Article
    Dhurandhar 2 Worldwide Box Office Collection Day 5 LIVE Updates: Ranveer Singh-starrer has already earned over Rs 5 cr today, film crosses Rs 850 cr worldwide

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment