Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરની શાન 'કેસર' પર કમોસમી વરસાદનું સંકટ:બાગાયત વિભાગે ખેડૂતો માટે જાહેર કરી એડવાઈઝરી; પાકને જાળવવા ખેડૂતોએ શું કાળજી લેવી?

    4 days ago

    ગીર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને વિશ્વવિખ્યાત કેસર કેરીના પાક પર રોગચાળાનું જોખમ મંડરાઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મેંગો એક્સેલન્સ સેન્ટર, તાલાલાના બાગાયત અધિકારી વિજયસિંહ બારડે ખેડૂતોને પાકની સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવા અનુરોધ કર્યો છે. વરસાદ બાદ આ જીવાતો અને રોગનો ખતરો બાગાયત અધિકારીના જણાવ્યા અનુસાર, વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે આંબામાં નીચે મુજબની સમસ્યાઓ ઉભી થઈ શકે છે: નિયંત્રણ માટેના વૈજ્ઞાનિક ઉપાયો ખેડૂતોએ બગીચામાં સવાર-સાંજ અવલોકન કરી જરૂરિયાત મુજબ નીચેની દવાઓનો છંટકાવ કરવો જોઈએ: 1. ભૂકીછારા (Powdery Mildew) માટે: 2. જીવાત (મધિયો/થ્રીપ્સ)ના નિયંત્રણ માટે: જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, તેમણે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અથવા દશપર્ણ અર્કનો ઉપયોગ કરવો હિતાવહ છે. છંટકાવ સમયે રાખવાની સાવચેતી નિકાસ (Export) પર અસર ગીર અને સૌરાષ્ટ્રમાં દર વર્ષે અંદાજે 8 લાખ મેટ્રિક ટન કેસર કેરીનું ઉત્પાદન થાય છે. આ કેરી માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે. જો કેરીની ગુણવત્તા (Quality) જળવાય તો જ સારા ભાવ અને નિકાસની તકો મળે છે, તેથી અત્યારે લેવાયેલી કાળજી ખેડૂતોની આર્થિક આવક માટે ખૂબ જ મહત્વની છે. વધુ માર્ગદર્શન માટે ખેડૂતોને સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો, તાલાલા નો સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    આજે શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સમાં 1000 પોઈન્ટની તેજી:73,700 પર ટ્રેડિંગ, નિફ્ટીમાં પણ 350 પોઈન્ટનો ઉછાળો; બેન્કિંગ-ઓટો સેક્ટરમાં સૌથી વધુ ખરીદી
    Next Article
    ​ગીરના જંગલમાં વન વિભાગનો 'માસ્ટર સ્ટ્રોક':400 હેક્ટરમાંથી આક્રમક કુવાડિયાનો સફાયો કરી કુદરતી ઘાસ ઉગાડાયું, તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment