Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાને કહ્યું- વળતર ન મળે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે:તમામ આર્થિક પ્રતિબંધો હટાવવાની માગ, અમેરિકા દખલ નહીં કરે તેની ગેરંટી પણ જોઈએ

    2 weeks ago

    ઈરાને કહ્યું છે કે તે વર્તમાન સંઘર્ષમાં પાછળ હટવાના નથી અને જ્યાં સુધી તેમને થયેલા નુકસાનની ભરપાઈ નહીં મળે, ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. ઈરાની સુપ્રીમ લીડર મુજતબા ખામેનીના વરિષ્ઠ સૈન્ય સલાહકાર મોહસિન રઝાઈએ કહ્યું કે ઈરાનની શરતો સ્પષ્ટ છે, તમામ આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવે અને અમેરિકા તરફથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની દખલગીરી ન કરવાની નક્કર ગેરંટી આપવામાં આવે. રઝાઈએ ટીવી પર જારી કરેલા પોતાના નિવેદનમાં કહ્યું કે ઈરાની સેના પૂરી તાકાતથી ઓપરેશન ચલાવી રહી છે અને દેશનું નેતૃત્વ નવા સુપ્રીમ લીડર હેઠળ મજબૂતીથી સ્થિતિ સંભાળી રહ્યું છે. આ પહેલા ઈરાની સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલીબાફ પણ કહી ચૂક્યા છે કે દેશના લોકો હુમલાખોરોને પૂરી સજા આપવાની માગ કરી રહ્યા છે. રઝાઈ બોલ્યા- યુદ્ધ એક અઠવાડિયામાં સમાપ્ત થઈ શકતું હતું મોહસિન રઝાઈએ કહ્યું કે આ યુદ્ધ એક અઠવાડિયાની અંદર જ સમાપ્ત થઈ શકતું હતું, પરંતુ ઇઝરાયલના કારણે તે ચાલુ રહ્યું. રઝાઈના મતે, અમેરિકા યુદ્ધવિરામ (સીઝફાયર) માટે તૈયાર હતું અને સંઘર્ષ સમાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યું હતું. જોકે, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હુમલા ચાલુ રાખવા પર ભાર મૂક્યો, જેના કારણે યુદ્ધ લાંબુ ચાલ્યું. તેમણે દાવો કર્યો કે યુદ્ધના 15મા દિવસ પછી અમેરિકાને પણ સમજાઈ ગયું હતું કે આ સંઘર્ષમાં જીતનો કોઈ રસ્તો નથી. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    His cholesterol report was super normal, he swam daily, ate right, heart function was on point: Why did he have heart blockages?
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતમાં પેટ્રોલ માટે અંધાધૂંધી, લોકો 4-4 કલાક લાઇનમાં ઊભા રહ્યા, મોદી બોલ્યા-યુદ્ધની અસર લાંબો સમય રહી શકે, સોનામાં 40 વર્ષનો સૌથી મોટો કડાકો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment