Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલ પંપ પર પેનિક:પેટ્રોલ ભરાવવા પ્રજામાં પડાપડી

    3 days ago

    યુદ્ધના કારણે જહાજની અવર-જવર અટકી જતાં ઇંધણ, ગેસ સહિતના જથ્થાનો હાલમાં બિનજરૂરી વપરાશ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે. સરકારનો દાવો છે કે, આપણી પાસે પુરતું ઇંધણ અને ગેસ સહિતનો જથ્થો છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી લોકો ઘરેલું ગેસના બાટલા મેળવવા માટે રીતસર લાઇનો લગાવે છે અને 10 દિવસે માંડ બાટલા મળે છે. કોમર્સિયલ ગેસ હજી સુધી શરૂ થયો નથી. આ વચ્ચે સોમવારે બપોરે બાદ અફવા ફેલાતાં કચ્છના તમામ શહેરો અને ગામમાં આવેલા પંપો પર પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે લોકોની કતારો લાગી હતી. એક તબક્કે લોકડાઉનની યાદો તાજા થઇ હતી. જો કે, ગુજરાત સરકાર પુરવઠા વિભાગના સચિવ અને ખુદ નાયબ મુખ્યમંત્રીએ પણ હાલમાં પુરતો જથ્થો હોવાનું જણાવી અફવામાં ગેરમાર્ગે ન દોરાવવા જણાવ્યું હતું. કચ્છમાં પણ અફવાને પગલે ઠેક-ઠેકાણે લાઇનો જોવા મળી હતી. માંડવી : પેટ્રોલની અછતથી પંપો પર વાહનોની લાંબી કતારો માંડવી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પેટ્રોલનો પુરવઠો ખોરવાતા અચાનક અછત જેવી સ્થિતિ સર્જાઈ જતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ અનેક પેટ્રોલ પમ્પો પર પેટ્રોલ ઉપલબ્ધ ન હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામેનો કરવો પડ્યો હતો. પેટ્રોલ નહીં મળવાની વાત વાયુવેગે ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ ભરાવવા પમ્પો પર ધસી આવ્યા હતા. પરિણામે શહેરના લગભગ તમામ પેટ્રોલ પમ્પો પર લાંબી કતારો લાગી ગઈ હતી. ઘણી જગ્યાએ તો કલાકો સુધી રાહ જોયા બાદ પણ લોકોને પેટ્રોલ મળ્યું નહોતું, જેને કારણે નારાજગીનો માહોલ પણ સર્જાયો હતો. સાંજના સમયે શહેરના જોષી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરેલું ટેન્કર પહોંચતા જ બાઈકચાલકોની વિશાળ લાઈન જોવા મળી હતી. યુવાનોથી લઈને વયસ્કોને કલાકો સુધી પેટ્રોલ મેળવવા માટે ધક્કામુક્કી વચ્ચે પોતાનો વારો આવવાની રાહ જોવી પડી હતી. આ સમગ્ર પરિસ્થિતિ અંગે માંડવી પેટ્રોલ પમ્પ એસોસિએશનના અગ્રણી શૈલેષ મડિયારએ જણાવ્યું હતું કે ઉપરથી મળતા ઓર્ડર મુજબ સપ્લાય સમયસર નહીં પહોંચતા મુશ્કેલી ઊભી થઈ છે. જોકે, તેમણે આશ્વાસન આપ્યું હતું કે ગભરાવાની કોઈ જરૂર નથી અને ટૂંક સમયમાં તમામ પેટ્રોલ પમ્પો પર નિયમિત પુરવઠો ફરી શરૂ થશે. અંજાર : પંપો પર ડીઝલનો જથ્થો ખૂટ્યો શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછતની આશંકાએ ભારે અફરા- તફરી મચાવી હતી. બપોરથી સાંજ સુધી તમામ પેટ્રોલ પંપો પર વાહનોનું કીડીયારું ઉભરાતા ડીઝલનો જથ્થો સંપૂર્ણપણે ખૂટી ગયો હતો. સ્થિતિ કાબૂ બહાર જતાં અને પંપ બંધ કરવાની નોબત આવતા સંચાલકોએ પોલીસ સુરક્ષાની માંગ કરી હતી, જેના પગલે સાંજે ગંગા નાકા પાસેના પંપ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. આ પડાપડીને કારણે ગંગા નાકા વિસ્તારમાં વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી હતી, જેનાથી મુખ્ય માર્ગો રીતસર બ્લોક થઈ ગયા હતા અને કલાકો સુધી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. નલિયા : 3 માંથી 2 પંપ પર ડીઝલનો જથ્થો ખલાસ થઈ ગયો! અબડાસા તાલુકાના નલિયામાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાની અફવા ફેલાતા બપોર પછી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ખેડૂતો અને વાહનચાલકોમાં ફફડાટ ફેલાતા લોકોએ જરૂરિયાત કરતા વધુ ઈંધણ ભરાવવાનું શરૂ કર્યું હતું. એકસાથે ઘસારો વધતા પંપના કર્મચારીઓને ચા-પાણીની પણ ફુરસદ મળી ન હતી. પેનિક કારણે નલિયાના 3 માંથી 2 પંપ પર ડીઝલનો જથ્થો ખલાસ થઈ ગયો હતો. ભારત પેટ્રોલ પંપના કર્મચારી કિશોરસિંહ જાડેજા અને શિવ પંપના માલિક અર્જણભાઈ ભાનુશાલીએ સ્પષ્ટતા કરી છે કે ઉપરથી પુરવઠો રાબેતા મુજબ જ ચાલુ છે, માત્ર અફવાને કારણે લોકો તૂટી પડતા જથ્થો જલ્દી પૂરો થયો છે. તેમણે ખાતરી આપી છે કે રાત્રે 12 વાગ્યા સુધીમાં કે આવતીકાલ સવાર સુધીમાં નવો જથ્થો આવી જશે. નખત્રાણા : પુરતો જથ્થો હોવાની સ્પષ્ટતા તોય વાહન ચાલ્કો વાત માનવા તૈયાર નહીં! વાહનચાલકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા હતા, જેના કારણે તમામ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સ્થિતિ એવી હતી કે લોકો પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે ધોમધખતા તાપમાં પણ કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા. જોકે, નખત્રાણાના પેટ્રોલ પંપ માલિકોએ તાત્કાલિક સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેમની પાસે પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઈનમાં કોઈ અડચણ નથી. મુન્દ્રા : પેટ્રોલની અછતની ભીતિએ લોકો દોડ્યા, જથ્થો પુરો થતાં પંપમાં ખાલીપો વર્તાયો હાલ ઈઝરાઈલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરો હવે ધીમે ધીમે સ્થાનિકે જાહેર જીવનમાં દેખાવા માંડી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. ગત સાંજથી નગરમાં પેટ્રોલનો જથ્થો ખૂટ્યો હોવાની વાતો વીજળી વેગે વહેતી થતાં વહેલી સવારથી લોકોએ પેટ્રોલ પંપો ભણી દોટ મૂકી હતી. સાડાઉ રોડ સ્થિત પેટ્રોલ પંપ પર પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ ન હોઈ અછત સર્જાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. રવિવારના કારણે મુખ્ય ડેપો બંધ હોઈ સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ સાંજથી ટેન્કરો આવવાનું શરુ થતાં વિતરણ રાબેતા મુજબ શરૂ થયું હતું. રાપર : કેરબા-બોટલમાં ઇંધણ નહીં ભરાય પેટ્રોલ અને ડીઝલની ખૂટી ગયાની અફવાઓ ફેલાતા પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી લાઈનો લાગી હતી, જેના કારણે કેટલાક પેટ્રોલ પંપ પર જથ્થો ખૂટી પડ્યો હતો. રાપર પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા કેરબા, બેરલ, બોટલમાં પેટ્રોલ-ડીઝલ હાલે આપવામાં નહીં આવે તેવી સરકારની ગાઈડ લાઈન હોઈ લોકોને અપીલ કરાઈ હતી કે ખોટો સ્ટોક કરવો નહીં.
    Click here to Read More
    Previous Article
    They wanted to teach father, son ‘how to behave with police’: Behind brutal 2020 custodial killings in Tamil Nadu
    Next Article
    BJP seal on Election Commission letter in Kerala: ‘It is no secret,’ quips CPM; CEO calls it clerical error

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment