Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘તારા નાટક વધી ગયા છે, આજે તો પતાવી જ નાંખું’:સુરતમાં સોસાયટીના મેઇનટેન્સ મુદ્દે ડોક્ટર સહિત ત્રણે હુમલો કર્યો, યુવાનના ગળા પર હથોડો ઝીંક્યો તો જોનારા ચીસ પાડી ગયા

    4 days ago

    સુરતમાં જહાંગીરપુરાની જાનકી રેસીડેન્સીમાં ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા કરતી વખતે સોસાયટીના મેઇનટેઇન્સ અંગે ડોક્ટર સહિત ત્રણે બોલાચાલી કર્યા બાદ યુવાન પર હથોડાથી હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. જેનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયો ઉતરનાર અને અન્ય બાળકો સહિતના લોકો આ હુમલો જોઈને રીતસર ચીસ પાડી ગયા હતા. આ મામલે ચિરાગ કાંતીલાલ કોસંબિયા (રહે. જાનકી રેસીડેન્સી, જહાંગીરપુરા) એ જહાંગીરપુરા પોલીસ મથકે ડોક્ટર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે. મીટિંગ અંગે વાંધો ઉઠાવી બોલાચાલી શરૂ કરી હતી પોલીસ ફરિયાદ મુજબ રવિવારે રાત્રે લગભગ સાડા 11 વાગ્યે ચિરાગ કોસંબિયા સોસાયટીના બી–5 અને બી–6 બિલ્ડિંગ સામે આવેલા ગાર્ડન પાસે મિત્રો સાથે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા કરી રહ્યા હતા. તે દરમિયાન સોસાયટીમાં રહેતા ભરત સુરતી ત્યાં આવી પહોંચ્યા અને મીટિંગ અંગે વાંધો ઉઠાવી બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ સોસાયટીમાં જ રહેતા હિરેન બરોડીયા અનેડો. વિપુલ બરોડીયાને બોલાવી નીચે લાવ્યા હતા. સોસાયટીના અન્ય રહેવાસીઓ વચ્ચે પડી બંને પક્ષોને છુટા પાડ્યા વાતચીત દરમિયાન ભરત સુરતી સેન્ટીંગ કામમાં ઉપયોગમાં લેવાતો હથોડો લઈને આવ્યા હતા અને ચિરાગના ગળાના ભાગે હુમલો કર્યો હતો. સાથે ગાળો ભાંડી ‘તારા નાટક વધી ગયા છે, આજે તો તને પતાવી જ નાંખું’ કહી ધમકી આપી હતી. ત્યારબાદ હિરેન બરોડીયા અને ડો. વિપુલ બરોડિયાએ પણ ઝપાઝપી કરી હતી. સોસાયટીના અન્ય રહેવાસીઓ વચ્ચે પડી બંને પક્ષોને છુટા પાડ્યા હતા. બનાવ બાદ ત્રણેય આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું ભરત સુરતી હથોડો લઈને આવીને ચિરાગના ગળાના ભાગે મારી દીધો હતો. આ સમગ્ર ઘટના ત્યાં હાજર રહેલા સ્થાનિક દ્વારા વીડિયો બનાવવામાં આવી રહેલો હતો. વીડિયોમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી અને નજરે જોનારા બાળકો સહિતના તમામ લોકો જીવલેણ હુમલો જોઈને ચીસ પાડી ગયા હતા. આ ઘટનાને લઈ ચિરાગ કોસંબિયાએ જહાંગીરપુરા પોલીસ મથકે ભરત સુરતી, હિરેન બરોડિયા અને ડોક્ટર વિપુલ બરોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવ બાદ ત્રણેય આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોતના મુખમાંથી 51 મુસાફરોને ઉગાર્યા:સુરતના કાપોદ્રામાં સળગતી ST બસ, ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી, નજીકમાં આવેલા પેટ્રોલપંપ પર ભારે ભીડથી ફાયર ગાડીઓને પહોંચવામાં મુશ્કેલી થઈ
    Next Article
    સ્થાનિક સ્વરાજ ચૂંટણીની મતદાર યાદી જાહેર, 4.18 કરોડ મતદાર નોંધાયા:15 મનપા, 84 ન.પા., 34 જિલ્લા ને 260 તા.પંચાયત ચૂંટણીની તૈયારી શરૂ, 27 માર્ચ સુધી સુધારા અરજી મોકલી શકશો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment