Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આખલાની અડફેટે સાથે બાઈક અથડાતા આશાસ્પદ યુવકનું મોત:વંથલીના દિલાવરનગર પાસે 'યમદૂત' બનીને આડો ઉતર્યો આખલો; અકસ્માતમાં બાઈક ચાલક ગોપાલ વામજાનું ઘટનાસ્થળે જ કરુણ મોત, તંત્ર સામે ભારે રોષ

    2 weeks ago

    જુનાગઢ જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા હવે જીવલેણ બની રહી છે. વંથલી હાઈવે પર દિલાવરનગર પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં રખડતા આખલા સાથે બાઈક અથડાતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતકના પરિવાર પર આભ ફાટ્યું છે. ગોપાલ વામજા નામનો યુવક પોતાની મોટરસાયકલ લઈને વંથલી હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન દિલાવરનગર પાસે અચાનક એક કદાવર આખલો રસ્તા પર આડો ઉતર્યો હતો. અંધારામાં કે પૂરપાટ ઝડપે જતી બાઈક આખલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક ગોપાલભાઈ રોડ પર ફંગોળાયા હતા. તેમને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. ​દિલાવરનગર પાસે 'ધણખૂટ' નો આતંક: સ્થાનિકોમાં રોષ ​આ ઘટના અંગે વંથલી નગરપાલિકાના પૂર્વ સદસ્ય દીપેશ બારૈયાએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "આ વિસ્તારમાં રખડતા ઢોર અને ખાસ કરીને ધણખૂટનો એટલો આતંક છે કે વાત પૂછો માં. હજુ ગઈકાલે જ અહીં એક અકસ્માત થયો હતો અને આજે ફરી 45 વર્ષના એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે, પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. ​તંત્ર સામે સવાલો: "ઢોરને બચાવવા કરતા માણસોને બચાવો" ​સ્થાનિક રહીશો અને અગ્રણીઓની માંગ છે કે હાઈવે પર રખડતા ઢોરના કારણે વારંવાર થતા અકસ્માતો રોકવા માટે હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર કડક પગલાં ભરે. "મારી માંગ છે કે આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં આવે. કોઈનો વંશ ઉજાઈ જાય એ પહેલા તંત્ર જાગે. પશુઓને ડબ્બે પૂરવા કે પાંજરાપોળ મોકલવા માટે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ જેથી અન્ય કોઈ યુવાનનો જીવ ના જાય," તેમ દીપેશ બારૈયાએ ઉમેર્યું હતું. ​પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો ​અકસ્માતની જાણ થતા જ વંથલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક ગોપાલ વામજાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાઈવે પર આ અકસ્માતને પગલે થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.વંથલી હાઈવે પર અગાઉ પણ રખડતા આખલાઓના કારણે અનેક અકસ્માતો થયા છે. ભૂતકાળમાં અનેક લોકોએ અહીં જીવ ગુમાવ્યા છે અથવા કાયમી અપંગતાનો ભોગ બન્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા આ આખલાઓને હટાવવા માટે કોઈ પણ જાતની મક્કમ કાર્યવાહી કરવામાં ન આવતા વાહનચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કતારગામમાં 2800થી વધુ નાગરિકો સફાઈ ઝુંબેશમાં જોડાઈ શ્રમદાન કર્યું:કતારગામમાં 53 હજારનો અને વરાછામાંથી રૂ. 48,000નો દંડ વસૂલ્યો; 122 બાંધકામ સાઇટ પર તપાસ
    Next Article
    'Same Surgery, Same Scenario': How Jasprit Bumrah Mentored India's 156.7 Kmph Star

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment