Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપ્રીમ કોર્ટે ઇલૈયારાજાનો કેસ બોમ્બે હાઇકોર્ટમાં ટ્રાન્સફર કર્યો:સોની સાથેના કોપીરાઈટ વિવાદમાં મહત્ત્વપૂર્ણ આદેશ, વિરોધાભાસ ટાળવા નિર્ણય લેવાયો

    2 weeks ago

    સંગીત જગતના દિગ્ગજ ડો. ઇલૈયારાજાના કોપીરાઇટ વિવાદ સાથે સંકળાયેલો એક મહત્વપૂર્ણ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સર્વોચ્ચ અદાલતે સોની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડિયા દ્વારા દાખલ કરાયેલી ટ્રાન્સફર અરજીને માન્ય રાખીને ઇલૈયારાજા સાથે ચાલી રહેલા કોપીરાઇટ મુકદ્દમાને મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયમાંથી બોમ્બે ઉચ્ચ ન્યાયાલયમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. સોની મ્યુઝિકે 2022માં બોમ્બે હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો 'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, આ મામલો બે અલગ-અલગ કેસ વચ્ચેના ટકરાવ તરીકે ઉભરી આવ્યો છે. જાન્યુઆરી 2022માં સોની મ્યુઝિકે બોમ્બે હાઈકોર્ટમાં એક સિવિલ કેસ દાખલ કર્યો હતો, જેમાં તેમણે ઇલૈયારાજાને 536 સંગીત રચનાઓનો ગેરકાયદેસર ઉપયોગ બંધ કરવા માટે કાયમી રોકની માંગ કરી હતી. સોનીનો દાવો છે કે, તેણે ઓરિએન્ટલ રેકોર્ડ્સ અને ઇકો રેકોર્ડિંગ્સ પાસેથી અધિકારો ખરીદી લીધા છે અને તેથી તેની પાસે આ ગીતોના કોપીરાઇટ છે. સંગીત રચનાઓના કાનૂની માલિકને લઈને વિવાદ તેનાથી વિપરીત, સપ્ટેમ્બર 2025માં ઇલૈયારાજાએ મદ્રાસ હાઈકોર્ટમાં એક સમાન કેસ દાખલ કર્યો, જેમાં સોની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી અને તેમના અધિકારોને પડકારવામાં આવ્યા. આ અધિકાર વિવાદનો ઉદ્દેશ્ય એ નક્કી કરવાનો છે કે, ખરેખર આ રચનાઓનો કાનૂની માલિક કોણ છે, સંગીતકાર પોતે કે કોઈ ત્રીજી કંપની. સોની વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી કે, 'મદ્રાસમાં દાખલ કરાયેલો ઇલૈયારાજાનો કેસ બોમ્બેમાં અગાઉ દાખલ કરાયેલા કેસથી અલગ નથી અને તેનાથી બંને અદાલતો અલગ-અલગ ચુકાદા આપી શકે છે, જેનાથી જટિલતા અને કાનૂની વિરોધાભાસ ઊભો થઈ શકે છે.' ઇલૈયારાજા વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે બોમ્બે હાઈકોર્ટના ન્યાયિક અધિકારક્ષેત્ર પર પ્રશ્ન ઉઠાવતા દલીલ કરી કે, 'મદ્રાસમાં કેસ હોવો જોઈએ કારણ કે તેનાથી બંને પક્ષોના દાવા ન્યાયી રીતે સાંભળી શકાય છે.' કેસને બોમ્બે હાઇકોર્ટમાં ખસેડવા આદેશ બેન્ચના ન્યાયમૂર્તિ સંજય કુમાર અને ન્યાયમૂર્તિ વિનોદ કે ચંદ્રને આખરે સોનીની અરજી મંજૂર કરતા કહ્યું કે, 'આવા બંને કેસોને એક જ અદાલતમાં સુનાવણી માટે ટ્રાન્સફર કરવા જરૂરી છે, જેથી કોઈપણ વિરોધાભાસી નિર્ણયથી બચી શકાય. આ આદેશ હેઠળ હવે વિવાદ બોમ્બે હાઈકોર્ટમાં ચાલુ રહેશે.' આ નિર્ણય સંગીતકાર અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રી વચ્ચે કોપીરાઇટના અધિકારો સંબંધિત વધતી કાનૂની લડાઈઓમાં એક મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવી રહ્યો છે. ઇલૈયારાજાએ એક દાયકાથી વધુ સમયથી પોતાના સંગીતના અધિકારોના રક્ષણ માટે ઘણા મુકદ્દમા લડ્યા છે, અને સુપ્રીમ કોર્ટનું આ પગલું હવે આગળની કાનૂની પ્રક્રિયાને એક જ દિશામાં સામાન્ય કરવાનો પ્રયાસ છે.
    Click here to Read More
    Previous Article
    Delhi Capitals-LSG SWOT Analysis: Axar Patel और Rishabh pant के सामने हैं ये बड़ी मुश्किलें! IPL 2026
    Next Article
    Editor's View: ટ્રમ્પનાં અલ્ટિમેટમનો ઉલાળિયો:ખામેનીની દફનવિધિ ન થવાની ત્રણ સંભાવના, બંકરમાં છૂપાયેલા મોજતબાનું સિક્રેટ ઘેરાયું, જાણો ઇરાન યુદ્ધનો એ નવો અધ્યાય

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment