Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પનું મોટું એલાન-પાંચ દિવસ પાવર પ્લાન્ટ પર હુમલો નહીં કરે:વાતચીત બાદ નિર્ણય; ઈરાને કહ્યું- ઓઈલના ભાવ ઘટાડવા માટે રાષ્ટ્રપતિ ગેરમાર્ગે દોરી રહ્યા છે

    5 days ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા હુમલાઓને હાલ પૂરતા ટાળી દીધા છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા બે દિવસથી ચાલેલી વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે માહિતી આપી કે સંરક્ષણ વિભાગને સૂચના આપવામાં આવી છે કે તમામ સૈન્ય હુમલાઓને 5 દિવસ માટે રોકી દેવામાં આવે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ નિર્ણય ઈરાન સાથે ચાલી રહેલી વાતચીતના હકારાત્મક વલણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે અને આ સમયગાળા દરમિયાન વાટાઘાટો આગળ પણ ચાલુ રહેશે. ટ્રમ્પે કહ્યું કે જો વાતચીત સફળ રહેશે, તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને ખતમ કરવાની દિશામાં મોટું પગલું ભરી શકાશે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે જો 48 કલાકમાં હોર્મુઝ રૂટ ખોલવામાં નહીં આવે, તો તેઓ ઈરાનના પાવર પ્લાન્ટ પર મોટો હુમલો કરશે. વર્તમાન સમયમાં મિડલ ઈસ્ટ દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે તેની અસરો જોવા મળી રહી છે. આ કટોકટીની સીધી અસર હવે કચ્છના પરિવહન ક્ષેત્ર પર પણ પડી છે. કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન-KMCTWA દ્વારા એક 'ટ્રેડ નોટિસ' જાહેર કરીને ટ્રાન્સપોર્ટેશનના દરોમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે રિટેલ પંપો પર ડીઝલનો પુરવઠો મર્યાદિત થઈ ગયો છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રિયલ ડીઝલના ભાવ વધારીને રૂ. 112 પ્રતિ લિટર કરી દેવામાં આવ્યા છે. ટાયર કંપનીઓ અને સ્પેરપાર્ટ્સના વેપારીઓએ પણ તેમના ભાવમાં 3 થી 4 ટકાનો વધારો કર્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Parliament Budget Session 2026 Live Updates: Modi calls for unity in Lok Sabha, warns prolonged impact of West Asia conflict
    Next Article
    અમદાવાદમાં અછતની અફવા રાજ્યમાં ફેલાઈ, અન્ય શહેરોમાં પણ લાંબી લાઈનો:સરકારે કહ્યું- ' તમામ પંપ પર પેટ્રોલ મળી રહે તે માટે તૈયારી', અફવાથી દૂર રહેવા 'ભાસ્કર'ની અપીલ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment