Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીએ કહ્યું- હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનું સ્વીકાર્ય નથી:કોરોનાની જેમ કસોટીનો સમય, ધીરજ રાખી, એકથઇને લાંબો સમય લડવાની તૈયારી કરો; વાતચીતથી જ ઉકેલ આવશે

    2 days ago

    પશ્ચિમ એશિયામાં સંઘર્ષની પરિસ્થિતિ પર પીએમ મોદીએ તેમનું પહેલીવાર સંબોધન કર્યુ. મોદીએ કહ્યું- હું આ ગૃહમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ભારત પર તેની અસર અંગે ચર્ચા કરવા આવ્યો છું. ત્યાંની પરિસ્થિતિ હાલમાં ચિંતાજનક છે. લોકસભામાં 25 મિનિટના ભાષણમાં તેમણે કહ્યું કે તણાવનો અંત આવવો જોઈએ. વાતચીત જ એકમાત્ર ઉકેલ છે. પીએમએ કહ્યું કે નાગરિકો અને પાવર પ્લાન્ટ પર હુમલા અસ્વીકાર્ય છે. મોદીએ કહ્યું હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાનું સ્વીકાર્ય નથી. પીએમએ કહ્યું, સરકાર દેશમાં તેલ અને ગેસ સંકટને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે, અમે હવે 27 દેશોને બદલે 41 દેશોમાંથી આયાત કરી રહ્યા છીએ. પશ્ચિમ એશિયામાં એક કરોડ ભારતીયો રહે છે. તેમની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે 3.75 લાખ ભારતીયો સુરક્ષિત રીતે દેશમાં પાછા ફર્યા છે. હજારો લોકો ફક્ત ઈરાનથી જ સુરક્ષિત રીતે પાછા ફર્યા છે. તેમાં 700થી વધુ યુવાનો મેડિકલનો અભ્યાસ કરનાર છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અંગે પીએમ મોદીએ સોમવારે લોકસભામાં કહ્યું કે ત્યાંની સ્થિતિ હાલમાં ચિંતાજનક છે. સરકાર દેશમાં તેલ અને ગેસ સંકટ ટાળવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે, અમે હવે 27 ને બદલે 41 દેશોમાંથી આયાત કરી રહ્યા છીએ. મોદીએ કહ્યું- કોરોનાકાળની જેમ હાલમાં પણ એકજુથ થઈને પરિસ્થિતિનો સામનો કરવાનો સમય છે. યુદ્ધની અસર લાંબા સમય સુધી રહી શકે છે, આપણે કોરોના સંકટની જેમ તૈયાર રહેવું પડશે પીએમ મોદીએ લોકસભામાં જણાવ્યું હતું કે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસરો લાંબા સમય સુધી રહી શકે છે. આપણે કોરોના સંકટની જેમ તૈયાર રહેવું પડશે. જોકે, ભારતની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમે વૈકલ્પિક ઉકેલો પણ શોધી રહ્યા છીએ. મોદીએ કહ્યું- 1 કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે. મોદીએ કહ્યું, 1 કરોડ ભારતીયો ત્યાં રહે છે અને કામ કરે છે. ત્યાં જતા જહાજોમાં મોટી સંખ્યામાં ભારતીય ક્રૂ સભ્યો હોય છે. પરિણામે, આપણી ચિંતા સ્વાભાવિક છે." ભારતીય સંસદથી લઈને વિશ્વભરમાં એક સર્વસંમતિથી અને એકીકૃત અવાજ ઉઠાવવો જરૂરી છે. આ યુદ્ધ શરૂ થયું ત્યારથી, અસરગ્રસ્ત દેશોમાં દરેક ભારતીયને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે. મેં તેમની સાથે ફોન પર બે વાર વ્યક્તિગત રીતે વાત કરી છે. બધાએ ભારતીયોની સુરક્ષાની ખાતરી આપી છે. મોદીએ કહ્યું- 3 લાખ 75 હજાર ભારતીયો સુરક્ષિત રીતે દેશમાં પાછા ફર્યા મોદીએ કહ્યું- કમનસીબે, કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે અને અન્ય ઘાયલ થયા છે. તેમના પરિવારોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. સહાય પૂરી પાડવામાં આવી રહી છે. અમારા મિશન ત્યાં રહેતા ભારતીયોને જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છે. ભારત અને અન્ય દેશોમાં 24X7 હેલ્પલાઇન કાર્યરત છે, જે દ્વારા મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. આ સંકટ દરમિયાન ભારતીયોની સલામતી અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. હાલમાં 3 લાખ 75 હજાર ભારતીયો સુરક્ષિત રીતે દેશમાં પાછા ફર્યા છે. હજારો લોકો ફક્ત ઈરાનથી જ સુરક્ષિત રીતે પાછા ફર્યા છે. તેમાંથી 700 થી વધુ યુવાન મેડિકલના વિદ્યાર્થીઓ છે. વડાપ્રધાનનું સંબોધન, 5 મુખ્ય મુદ્દાઓ... તેલ અને ગેસ સેકટ પર: આજે, અમે 65 લાખ મેટ્રિક ટનની રિઝર્વની વ્યવસ્થા પર કામ કરી રહ્યા છીએ. સરકાર વિવિધ દેશોના સપ્લાયર્સ સાથે સંપર્કમાં છે. શક્ય હોય ત્યાં પુરવઠો ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેલ, ગેસ અને ખાતર વહન કરતા જહાજો સુરક્ષિત રીતે ભારતમાં પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે અમે ભાગીદારો સાથે વાતચીત કરી રહ્યા છીએ. અન્ન- રાશન અંગે: આપણી પાસે પૂરતો અન્ન ભંડાર છે. સંકટનો સામનો કરવા માટે આપણી પાસે પૂરતી વ્યવસ્થા છે. તે સમયે પણ, વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપો હતા. ભારતીય ખેડૂતોને 300 રૂપિયાથી પણ ઓછા ભાવે યુરિયાની એક થેલી પૂરી પાડવામાં આવતી હતી. વીજ પુરવઠા પર: યુદ્ધનો એક પડકાર એ છે કે દેશમાં ઉનાળાની ઋતુ શરૂ થઈ રહી છે. આવનારા દિવસોમાં વીજળીની માંગ વધશે. દેશના વીજ પ્લાન્ટોમાં કોલસાનો સ્ટોક ઉપલબ્ધ છે. વીજ ઉત્પાદનથી લઈને પુરવઠા સુધીની દરેક સિસ્ટમ પર નજર રાખવામાં આવી રહી છે. એનર્જી સેક્ટર પર: આપણે જાણીએ છીએ કે એનર્જી એ આજના અર્થતંત્રની કરોડરજ્જુ છે. પશ્ચિમ એશિયા વૈશ્વિક જરૂરિયાતોનો સ્ત્રોત છે. અમે ભારત પર આ યુદ્ધની પ્રતિકૂળ અસરોને ઓછી કરવા માટે એક વ્યૂહરચના પર કામ કરી રહ્યા છીએ. ભારત સરકારે એક ગ્રુપ બનાવ્યું છે જે દરરોજ મળે છે અને આયાત અને નિકાસમાં સામનો કરવામાં આવતા પડકારોનો સામનો કરવા માટે કામ કરે છે. યુદ્ધ અંગે: ડિપ્લોમેસીમાં ભારતનું વલણ સ્પષ્ટ છે. અમે અમારી ચિંતા વ્યક્ત કરી છે. મેં પશ્ચિમ એશિયાના નેતાઓ સાથે વાત કરી છે અને દરેકને તણાવ ઓછો કરવા વિનંતી કરી છે. વાણિજ્યિક જહાજો પર હુમલા અને અવરોધ અસ્વીકાર્ય છે. ભારત તમામ પક્ષોને શક્ય તેટલી વહેલી તકે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા પ્રોત્સાહિત કરે છે.
    Click here to Read More
    Previous Article
    સોના-ચાંદીના ભાવમનાં ધરખમ ઘટાડો કેમ થયો?:એક અઠવાડિયામાં સોનામાં 10%નો કડાકો, 43 વર્ષમાં સૌથી મોટો ઘટાડો, યુદ્ધના કારણે ખાડી દેશો સોનું વેચી રહ્યા છે
    Next Article
    Gujarat Local Body Elections 2026 | ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ | News18

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment