Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ધ વોઇસ ઓફ ધ હિન્દ રજબ'ની ભારતમાં રિલીઝ અટકી:પેલેસ્ટાઇનની બાળકી પર આધારિત ઓસ્કર નોમિનેટેડ ફિલ્મને સેન્સર બોર્ડે સર્ટિફિકેટ ન આપ્યું

    5 days ago

    ઓસ્કર નોમિનેટડ ટ્યુનિશિયન-ફ્રેન્ચ ફિલ્મ ‘ધ વોઇસ ઓફ ધ હિન્દ રજબ’ની ભારતમાં રિલીઝ હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે. પેલેસ્ટાઇનની 6 વર્ષની બાળકી હિન્દ રજબની વાર્તા પર આધારિત આ ડોક્યુ-ડ્રામા ફિલ્મને ભારતીય સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું નથી. 'ભારત-ઇઝરાયલ સંબંધોને લઈ ફિલ્મની રિલીઝ અટકી' ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર મનોજ નંદવાનાએ દાવો કર્યો હતો કે, 'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) પાસે મોકલવામાં આવી હતી. બોર્ડને તેમાં કોઈ વાંધાજનક કન્ટેન્ટ મળ્યું ન હતું, પરંતુ તેને સંવેદનશીલ માનવામાં આવ્યું હતું. ફિલ્મનું સ્ક્રીનિંગ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં થયું હતું.' નંદવાનાના મતે, 'ફિલ્મમાં ન તો હિંસા છે, ન તો અશ્લીલ દ્રશ્યો અને ન તો કોઈ રાજકીય સંવાદ છે. તેમ છતાં, ભારત-ઇઝરાયલ સંબંધોને ધ્યાનમાં રાખીને તેને મંજૂરી આપવામાં આવી નથી.' તેમણે કહ્યું કે, 'સામાન્ય રીતે ફિલ્મોમાં ફેરફાર માટે કટ્સ સૂચવવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં આવું થયું નથી.' રિવાઇઝિંગ કમિટીને ફિલ્મ મોકલાઈ ફિલ્મને હવે રિવાઇઝિંગ કમિટી પાસે મોકલવામાં આવી છે. મનોજ નંદવાનાએ કહ્યું કે, 'કમિટી ક્યારે બનશે, તેની જાણકારી નથી અને ત્યાં સુધીમાં ફિલ્મ જૂની થઈ શકે છે.' કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે સર્ટિફિકેટ ન મળવા પર કહ્યું કે, 'આ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મુદ્દો છે.' ફિલ્મ પેલેસ્ટિનિયન બાળકી હિંદ રજબ પર આધારિત ટ્યુનિશિયન ફિલ્મમેકર કૌથર બેન હાનિયાની આ ફિલ્મમાં પેલેસ્ટાઇનની 6 વર્ષની બાળકી હિંદ રજબની સાચી વાર્તા દર્શાવવામાં આવી છે. જાન્યુઆરી 2024માં ગાઝા સિટીમાંથી ભાગતી વખતે તેની કાર પર હુમલો થયો હતો. ફિલ્મમાં વાર્તા રેડ ક્રેસન્ટના સ્વયંસેવકોના દૃષ્ટિકોણથી દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં હિંદ રજબના અસલી અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 12 દિવસ પછી તેનો મૃતદેહ તેના પરિવાર અને બે સ્વયંસેવકો સાથે મળી આવ્યો હતો. ફિલ્મને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માનિત કરાઈ હતી ફિલ્મનું પ્રીમિયર સપ્ટેમ્બર 2025માં વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું, જ્યાં તેને ગ્રાન્ડ જ્યુરી પ્રાઇઝ મળ્યો હતો. તેને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવવામાં આવી હતી. આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ ફિલ્મને ભારતમાં સેન્સર સર્ટિફિકેટમાં મુશ્કેલી પડી હોય. 2024ની ફિલ્મ 'સંતોષ'ને પણ સર્ટિફિકેટ મળ્યું ન હતું, જેના કારણે તે રિલીઝ થઈ શકી ન હતી.
    Click here to Read More
    Previous Article
    સોના-ચાંદીના ભાવમનાં ધરખમ ઘટાડો કેમ થયો?:એક અઠવાડિયામાં સોનામાં 10%નો કડાકો, 43 વર્ષમાં સૌથી મોટો ઘટાડો, બે મહિનામાં ચાંદી 2.25 લાખ સસ્તી થઈ
    Next Article
    મોદીએ કહ્યું હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનું સ્વીકાર્ય નથી:કોરોનાની જેમ કસોટીનો સમય, ધીરજ રાખી, એકથઇને લાંબો સમય લડવાની તૈયારી કરો; વાતચીતથી જ ઉકેલ આવશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment