Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં કચરો હટાવવા કહેતા વૃદ્ધ પર કુહાડી-ધોકાથી હુમલો:પાડોશીઓએ માથામાં કુહાડી મારી, હાથમાં ધોકાથી ફ્રેક્ચર: બે સામે ગુનો

    4 days ago

    મોરબી તાલુકાના નવા ફડસર ગામે કચરો હટાવવા કહેતા એક 75 વર્ષીય વૃદ્ધ પર બે પાડોશીઓએ કુહાડી અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને હાથમાં ફ્રેક્ચર થયું હતું. પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવા ફડસર ગામના રાજાભાઈ રવાભાઈ કુંભારવાડીયા (ઉં.વ. 75) એ તેમની માલિકીની જગ્યામાં કચરો નાખનારા પાડોશીઓ રામીયાભાઈ દેવાભાઈ કુંભારવાડીયા અને લખમણભાઇ દેવાભાઈ કુંભારવાડિયાને કચરો ઉપાડવા જણાવ્યું હતું. આ બાબતે ઉશ્કેરાઈને બંને પાડોશીઓએ રાજાભાઈ પર હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ, રામીયાભાઈએ વૃદ્ધ રાજાભાઈના માથાના ભાગે કુહાડીનો ઘા માર્યો હતો, જ્યારે લખમણભાઇએ લાકડાના ધોકા વડે તેમના ડાબા હાથની કોણીથી નીચેના ભાગમાં માર મારી ફ્રેક્ચર જેવી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને માથાના ભાગે છ ટાંકા આવ્યા હતા. રાજાભાઈ કુંભારવાડીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટ- ટ્રમ્પ ઈરાન સાથે યુદ્ધવિરામ પર વાતચીત કરવા માંગે છે:ઈરાનની શરત- નુકસાનનું વળતર આપો, ભવિષ્યમાં હુમલો નહીં થાય તેની ગેરંટી પણ જોઈએ
    Next Article
    Parshottam Rupala LIVE | આંખ ઉઘાડતું સંબોધન ! રૂપાલાનો આક્રમક અંદાજ | Patidar Samaj | Sidsar |Rajkot

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment