Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ એશિયાની સ્થિતિ પર મોદીની હાઇ લેવલ બેઠક:શાહ-નડ્ડા, પુરી સહિતના સિનિયર નેતાઓ હાજર; ગેસ-તેલ અને ઊર્જાની સ્થિતિ પર ચર્ચા

    11 hours ago

    અમેરિકા-ઇઝરાયલની ઇરાન સાથેની જંગને કારણે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી સંઘર્ષની સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. આમાં પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલ, ગેસ, વીજળી અને ખાતરોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા, પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, વિદેશ મંત્રી એસ. જયશંકર, નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ, રેલ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર છે. આજે જ અમેરિકાના ટેક્સાસથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને એક કાર્ગો શિપ મેંગલુરુ પોર્ટ પર પહોંચ્યું. રશિયાથી પણ એક જહાજ ક્રૂડ લઈને ભારત આવ્યું. છેલ્લા 7 દિવસમાં લગભગ પાંચ જહાજ ગેસ-ક્રૂડ ઓઇલ લઈને સમુદ્ર માર્ગે ભારત પહોંચી ચૂક્યા છે. બેઠકની 2 તસવીરો… યુદ્ધ પછી અત્યાર સુધી મોદી સરકારના 3 મોટા નિર્ણયો 1. હવાઈ ભાડા પરનો પ્રતિબંધ હટાવ્યો હવે એરલાઇન કંપનીઓ ઘરેલું ફ્લાઇટ્સનું ભાડું સીટોની માંગ મુજબ વધારી શકશે. સિવિલ એવિએશન મંત્રાલયે હવાઈ ભાડા પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. આદેશ મુજબ, આ નિર્ણય 23 માર્ચથી લાગુ પડશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં આવેલી અડચણો પછી ભાડાની મર્યાદા (ફેર કેપ) લાદવામાં આવી હતી. સરકારે એરલાઇન્સનું મહત્તમ ભાડું ₹18000 નક્કી કર્યું હતું. એરલાઇન્સ આનાથી વધુ કિંમત લઈ શકતી નહોતી. સંપૂર્ણ સમાચાર વાંચો… 2. રાજ્યોને 20% વધુ ગેસ આપવાનો આદેશ કેન્દ્રએ દેશમાં ચાલી રહેલા ગેસ સંકટ વચ્ચે રાજ્યોને LPG સપ્લાય વધારવાનો નિર્દેશ આપ્યો છે. 23 માર્ચથી રાજ્યોને હવે પહેલા કરતા 20% વધુ ગેસ આપવામાં આવશે. આ પછી રાજ્યોને મળતી કુલ સપ્લાય સંકટ પહેલાના સ્તર (પ્રી-ક્રાઇસિસ લેવલ)ના 50% સુધી પહોંચી જશે. સંપૂર્ણ સમાચાર વાંચો… 3. પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં વધારો કરાયો સરકારી તેલ કંપનીઓએ 20 માર્ચે સ્પીડ અને પાવર જેવા પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં ₹2.09-₹2.35 પ્રતિ લિટર સુધીનો વધારો કર્યો. ભોપાલમાં તેની કિંમત વધીને લગભગ 117 રૂપિયા પહોંચી છે. સામાન્ય પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. ભારત પેટ્રોલિયમ એટલે કે BPCL પ્રીમિયમ પેટ્રોલને સ્પીડ નામથી વેચે છે. જ્યારે હિન્દુસ્તાન પેટ્રોલિયમ એટલે કે HPCL તેને પાવર અને ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL XP95 નામથી વેચે છે. આ સામાન્ય પેટ્રોલ કરતાં લગભગ 10-12 રૂપિયા મોંઘું હોય છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    સોનમ વાંગચુક 6 મહિના પછી લેહ પહોંચ્યા:હજારો લોકોએ સ્વાગત કર્યું, કહ્યું- આશા સાથે આગળ વધી રહ્યા છીએ; NSA હેઠળ જેલમાં બંધ હતા
    Next Article
    નકલી IASએ 25 વાર લગ્ન કર્યા:ગાડી પર ભારત સરકાર લખેલું, આસિસ્ટન્ટ પણ, સસરા ફુલાઈ જાતા; પોલ ખુલતા કહ્યું- મારી દીકરીનું જીવન બરબાદ કરનારને સજા મળે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment