Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા દિવ્ય જ્યોત ક્રેડિટ સોસાયટીની કારોબારી બેઠક મળી:ચંદ્રુમાણામાં ગૌરી માતાના સાંનિધ્યમાં પાંચ નવી લોન અરજીઓ મંજૂર

    4 days ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ખાતે ગૌરી માતાના સાંનિધ્યમાં મહેસાણાની દિવ્ય જ્યોત શરાફી સહકારી મંડળી (ક્રેડિટ સોસાયટી)ની કારોબારી બેઠક શનિવારે રાત્રે યોજાઈ હતી. મહેસાણાના બ્રાહ્મણ પરિવારોની આર્થિક જરૂરિયાતો પૂરી કરવાના હેતુથી છેલ્લા 34 વર્ષથી કાર્યરત આ સંસ્થાની બેઠકમાં પાંચ નવી લોન અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. આ બેઠકમાં ધિરાણ વસૂલાત સઘન બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સંસ્થાના ચેરમેન અશ્વિનભાઈ યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને મળેલી આ સભામાં અગાઉની સભાનું પ્રોસીડિંગ વંચાણે લેવાયું હતું અને ફેબ્રુઆરી માસના હિસાબો મંજૂર કરાયા હતા. ચેરમેન યાજ્ઞિકે ધિરાણમાં મુદ્દલ રકમ પરત ન આવે તો પણ વ્યાજ નિયમિત આવે તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો, જેથી ડિવિડન્ડ ચૂકવવામાં સરળતા રહે. સંસ્થાના ડિરેક્ટર અને ગૌરી માતા સંસ્થાના મંત્રી સુરેશભાઈ વ્યાસે 1994થી કાર્યરત સોસાયટીનો પરિચય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થા બ્રહ્મ સમાજના સભાસદોના પરિવારોને આર્થિક લોન ધિરાણ કરીને તેમના પ્રસંગોમાં મદદરૂપ થતી આવી છે અને વસૂલાત પણ નિયમિત થાય છે. આ સંસ્થા સમાજના લોકોમાં સંગઠનની ભાવના કેળવવામાં સફળ રહી છે. આ બેઠકમાં પ્રમુખ રાજેન્દ્રભાઈ ભટ્ટ, મંત્રી શૈલેષભાઈ ઠાકર, આકાશભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ ઠાકર, ઇન્દુભાઇ દવે, પંકજભાઈ રાવલ, ઇન્દ્રવદન રાવલ, કૌશિકભાઈ જોષી (આર્કિટેક), કરસનભાઈ જાની, સંજયભાઈ જાની અને મેનેજર નીતિનભાઈ રાવલ સહિતના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખ ચેતનભાઈ વ્યાસ, ઉપપ્રમુખ લાલજીભાઈ પટેલ, પ્રમોદભાઈ વ્યાસ, ભાનુભાઈ વ્યાસ, જ્યોતિન્દ્રભાઈ વ્યાસ, મૂળશંકર વ્યાસ, ચંદ્રુમાણા બ્રહ્મ સમાજના સુનિલભાઈ વ્યાસ, જીતુભાઈ વ્યાસ, ભરતભાઈ વ્યાસ અને અનાવાડા ગૌશાળાના દિનેશભાઈ જોષી સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. ગામના અગ્રણીઓએ ચંદ્રુમાણા ગામની ઐતિહાસિકતા અને ગૌરી માતાના પ્રાગટ્ય તેમજ લોકજીવનનો પરિચય કરાવ્યો હતો, જેનાથી સૌ પ્રભાવિત થયા હતા. ચેરમેને ગૌરી માતા ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:'પ્રદીપ ગુરુજી'ના આશ્રમમાંથી વધુ એક શંકાસ્પદ ભોયરું મળ્યું, આર્ય દેસાઈની SCLમાં 193 રનની તોફાની ઈનિંગ
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:વાલીઓને રાહત, નવા સત્રથી સ્કૂલ વાન-રિક્ષાના ભાડા નહીં વધે; ચાલુ ટોય ટ્રેનમાં સગીર ચડવા ગયોને નીચે પડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment