Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર્મ્સ એક્ટનો વોન્ટેડ આરોપી નિઝરમાં ઝડપાયો:બિહારનો રમેશકુમાર વ્યાવલ નાકા પાસેથી પકડાયો

    1 week ago

    તાપી જિલ્લાની નિઝર પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ બિહારના એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને વ્યાવલ નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પકડવામાં આવ્યો હતો. નિઝર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મેહુલભાઈ અરવિંદભાઈ અને કલ્પેશભાઈ મસાભાઈને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી. બાતમી અનુસાર, નિઝર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 11824007250017/2025 હેઠળ આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટમાં વોન્ટેડ આરોપી આ વિસ્તારમાંથી પસાર થવાનો હતો. આ બાતમીના આધારે, પોલીસે વ્યાવલ નાકા પાસે વોચ ગોઠવી હતી અને આરોપીને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીની ઓળખ રમેશકુમાર ઉર્ફે રાકેશ વિંદા રાય (ઉં.વ. 41), વ્યવસાયે મજૂર, રહેવાસી સકડ્ડડી, થાણા-કોઇલવર, જિલ્લો-ભોજપુર (બિહાર) તરીકે થઈ છે. પોલીસે વોન્ટેડ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાતા પોલીસ વિભાગે રાહત અનુભવી છે.
    Click here to Read More
    Previous Article
    વાડીમાં છુપાવેલો 4 લાખનો વિદેશી દારૂ ઝડપાયો.:પાતાપુરની વાડીમાં ચાલતા વિદેશી દારૂના નેટવર્ક પર ક્રાઇમ બ્રાન્ચનો દરોડો: 1390 બોટલ સાથે બે શખ્સો જેલહવાલે, અન્ય ત્રણની શોધખોળ શરૂ.
    Next Article
    Beyond a martyr: British academic uncovers Lahore archive revealing Bhagat Singh as a global intellectual

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment