Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર નજીક પ્લાસ્ટિક દાણા ભરેલો ટ્રક પલટ્યો:ચાલકને ઈજા; ચેલા-ચંગા રોડ પર વાહનવ્યવહાર અવરોધાયો

    13 hours ago

    જામનગર નજીક ચેલા-ચંગા ગામ પાસે રવિવારે સવારે પ્લાસ્ટિકના દાણા ભરેલો એક ટ્રક પલટી ગયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઈજા થઈ હતી અને ચેલા-ચંગા રોડ પર વાહનવ્યવહાર અવરોધાયો હતો. મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાંથી જી.જે.-9 એ.વી. 9957 નંબરનો આ ટ્રક પીપી દાણાનો મોટો જથ્થો ભરીને જિલ્લા બહાર લઈ જઈ રહ્યો હતો. અકસ્માત ત્યારે થયો જ્યારે આગળ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક વળાંક લીધો. ટ્રક ચાલકે બ્રેક મારીને વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે ભરેલો હોવાને કારણે ટ્રક કાબૂ બહાર જઈ માર્ગ પર પલટી ગયો. જેના કારણે ટ્રકમાં ભરેલા પ્લાસ્ટિકના દાણાનો જથ્થો રોડ પર ઢોળાઈ ગયો હતો. ટ્રક ચાલકને સામાન્ય ઈજાઓ થતાં તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ટ્રક રોડ પર આડો પડ્યો હોવાથી ચેલા-ચંગા રોડ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેને પુનઃસ્થાપિત કરવા માટે પોલીસ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Donald Trump के 48 घंटे के Ultimatum पर Iran ने दिया कड़ा जवाब | Power Plant | Strait of Hormuz
    Next Article
    Red Fort Protest To 'Udta Mantri': Who Is Ex-Punjab Minister At Centre Of Suicide Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment