Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસતા અકસ્માત:કેબિનમાં ફસાયેલા ચાલકને ફાયર વિભાગે બચાવ્યો, એક ટ્રકનો ચાલક ફસાઈ ગયો હતો

    18 hours ago

    સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર રવિવારે બપોરે પીપલોદી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક પાછળ બીજી ટ્રક ઘૂસી જતાં અકસ્માત થયો હતો, જેમાં એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હિંમતનગર ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવતા ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. હિંમતનગર ફાયર વિભાગના ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગર તાલુકાના પીપલોદી સ્ટેન્ડ નજીક નેશનલ હાઈવે નંબર 08 પર અમદાવાદ તરફથી હિંમતનગર તરફ જઈ રહેલી ટ્રકમાં અકસ્માત થયો હતો. ટ્રક નંબર RJ 27 GF 2946 નો ચાલક કેબિનમાં ફસાયો હતો. ફાયર ટીમે લગભગ 20 મિનિટની જહેમત બાદ કેબિનનું પતરું કાપીને ટ્રક ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. ચાલકને પગ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હોવાથી તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    India is opposing a China-led WTO investment deal, even at the risk of isolation. Here’s why
    Next Article
    Military Digest: Commanding officer can’t be crucified for incidents while on leave; Colonel vindicated in landmark verdict

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment