Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવાપરા વિસ્તારમાં પથ્થરમારા બાદ બે રાઉન્ડ ફાયરિંગ:રમઝાન દરમ્યાન થયેલી માથાકૂટ બાદ ઈદના દિવસે ફરી વિવાદ ઉગ્ર બન્યો

    5 days ago

    ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં જૂની અદાવતમાં પથ્થરમારો થયા બાદ બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતુ. થોડા દિવસ પૂર્વે આ વિસ્તારના એક યુવાનને કેટલાક ઈસમોએ મોડી રાત્રે માર માર્યો હતો, જે બાબતની દાઝ રાખી ગતરાત્રે ફરી પથ્થરમારો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો, તપાસ દરમ્યાન પોલીસે એક ખાલી કાર્ટિઝ સ્થળ પરથી કબ્જે કર્યું છે, જયારે આ મામલે નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. રમઝાન માસ દરમિયાન થયેલી માથાકૂટનો ખાર રાખી ઈદના દિવસે હુમલો કરાયો આ બનાવની પ્રાથમિક મળતી વિગતો અનુસાર ભાવનગરમા રમઝાન માસ દરમ્યાન 18માં રોઝાના દિવસે મોડી રાત્રે શહેરના નવાપરા વિસ્તારમાં મિત્ર સાથે બેસેલા જાહિદ ફારૂકભાઈ સાથે કેટલાક ઈસમોએ ઝઘડો કર્યો હતો. તેમજ બોલાચાલી બાદ જાહિદ નામના યુવાનને કેટલાક ઈસમોએ માર માર્યો હતો. જોકે પવિત્ર રમજાન માસ ચાલતો હોય આ બાબતે પરિવાર દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નહોતી. જે બાદ ગઈકાલે ઈદ ની ઉજવણી કરવામાં આવી રહી હતી અને બિરાદારો એકબીજાને ઈદની મુબારક પાઠવી રહ્યા હતા. જે દરમ્યાન મોડીરાત્રે કેટલાક ઈસમો નવાપરા વિસ્તારમાં આવ્યા હતા જે દરમ્યાન જાહિદ ત્યાં બેસેલો હોય 'તું મારી સામે કાતર કેમ મારે છે', એવુ કહીને ઝઘડો કર્યો હતો. બોલાચાલી ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો અને કાચની બોટલોના ઘા કરવામાં આવ્યા હતા, જે દરમ્યાન લોકોના ટોળાં એકઠા થઈ જતા હુમલો કરનાર ઈસમો ત્યાંથી જતા રહ્યા હતા. જે બાદ રાત્રીના 4:30 વાગ્યાં આસપાસ 5 થી 6 જેટલાં ઈસમોએ નવાપરા વિસ્તારમાં રાજપૂત વાડી નજીક પહોંચી પ્રથમ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતુ અને ત્યાર બાદ બીજા રાઉન્ડનું ફાયરિંગ જાહિદ પર કરતા જાહિદ દોડીને ભાગી છૂટતા તેનો બચાવ થયો હતો. જે બાદ અસામાજિક તત્વો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. જાણ થતા એલસીબી, એસઓજી અને નીલમબાગ પોલીસ કાફલો નવાપરા વિસ્તારમાં ધસી ગયો હતો, પોલીસ તપાસ દરમ્યાન ફાયરિંગ કરાયેલું એક ખાલી કાર્ટિઝ પોલીસને મળી આવી છે, જે બાબત ને લઈને જાહિદ લોંડીયાએ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. એક રાઉન્ડ હવામાં અને એક રાઉન્ડ ભોગ બનનાર પર ફાયરિંગ કરાયું- ડીવાયએસપી આ બનાવ અંગે સીટી DYSP આર.આર.સિંધાલે દિવ્યભાસ્કર સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, આ બનાવના આરોપી અલી, રુદ્ર અને ફેઝાન દ્વારા વહેલી સવારે 4.30 કલાકે મારી નાખવાના ઇરાદે નવાપરા વિસ્તારમાં રહેતા જાહિદભાઈ લોડીંયા પર ફાયરીગ કરેલ છે. જેમાં શખ્સોએ બે રાઉન્ડ ફાયરીગ કર્યું હતું, 1 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું અને બીજું ભોગબનનારને મારી નાખવાના ઇરાદે તેની સામે ફાયરિંગ કર્યું હતું. આ બનાવનું કારણ એવું છે કે ઉપરોક્ત શખ્સોની ઓફીસ સામે ભોગબનનાર બેસતા હોય, જે આ લોકો ને ગમતું ન હોય, જેથી બનાવ બન્યો છે. જ્યારે સમગ્ર મામલે નિલમબાગ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    Commercial LPG Supply पर सरकार का बड़ा फैसला | LPG quota increase | Iran-Israel America | Breaking
    Next Article
    ચાલુ ટોય ટ્રેનમાં સગીર ચડવા ગયોને નીચે પડ્યો:ખૂબ ભીડને લોકો ચાલુ ટ્રેનમાં ચડતાં જોવા નજરે ચડ્યા, કાંકરિયામાં રમજાન ઇદના દિવસે દુર્ઘટના થતા રહી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment