Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીડેવલપમેન્ટ માટે બિલ્ડર પાસે ખંડણી માંગી:કંપનીનો ખોટો લેટરપેડ બનાવી બિલ્ડરની સહી કરીને વાઇરલ કરનાર પાંચ સામે ફરિયાદ

    4 days ago

    અમદાવાદ શહેરના ચાંદખેડામાં રહેતા બિલ્ડરે અલગ અલગ સોસાયટીના રી-ડેવલોપમેન્ટના કામ માટે MOU કર્યા હતા. આ MOU કર્યા બાદ કેટલાક લોકોએ બિલ્ડર પાસેથી ખંડણી વસૂલી હતી અને બીજી રકમ પણ માંગી હતી. જોકે બિલ્ડરે બીજી રકમ ન આપતા પાંચ શખ્સોએ ભેગા મળીને બિલ્ડરની કંપનીનો લેટરપેડ બનાવી બિલ્ડરની સહી કરીને કામને અસર થાય તે રીતે વાઇરલ કર્યો હતો જે અંગે બિલ્ડરે ફરિયાદ નોંધાવી છે. રીડેવલપમેન્ટનું કામ રોકવાની ધમકી આપીને 15 લાખની માંગણી કરી ચાંદખેડામાં રહેતા તેજસ પટેલ શિવાલય ઇન્ફ્રાબિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે. તેજસભાઇએ સુભાષબ્રિજ પાસે આવેલી મહેશ્વરી સોસાયટી, મહાપ્રકાશ સોસાયટી અને મનમોહન સોસાયટીના રીડેવલપમેન્ટ માટે MOU કર્યા હતા. 29 જુલાઈએ તેજસભાઈના ઘરે સંજય પટેલ, ભરત પ્રજાપતિ, રમેશ મોદી અને જે.ડી શેખ આવ્યા હતા. જેમણે રીડેવલપમેન્ટનું કામ રોકવાની ધમકી આપીને 15 લાખની માંગણી કરી હતી. જેથી તેજસભાઇએ 15 લાખ રૂપિયા આપ્યા હતા. ત્રણેય સોસાયટીના MOU રદ કરાવી નુકસાન કર્યું બે મહિના બાદ ફરીથી 50 લાખ રૂપિયા માંગ્યા હતા જેની સામે 36 લાખનો ચેક આપ્યો હતો. ચેક આપ્યા બાદ હેરાનગતિ બંધ કરી દીધી હતી. ત્યારબાદ સંજય પટેલે ટુકડે ટુકડે 7 લાખ રૂપિયા લીધા હતા. સંજયે બીજા 50 લાખ માંગતા તેજસભાઇએ આપવાની ના પાડતા સંજયે સોસાયટીમાં આવતો નહીં, નહીં તો બહારથી માણસો બોલાવી જાનથી મારી નાખી ગાયબ કરી દેવાની ધમકી આપી હતી. જે બાદ ત્રણેય સોસાયટીના MOU રદ કરાવી નુકસાન કર્યું હતું. કંપનીના લેટરપેડ પર તેમની ખોટી સહી કરેલો લેટર મોકલ્યો 30 જુલાઈના રોજ તેજસભાઈ ઘરે હતા, ત્યારે અશોક તેજવાની નામના વ્યક્તિએ તેમને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો અને તેમની કંપનીના લેટરપેડ પર તેમની સહી કરેલો લેટર મોકલ્યો હતો. જે જોતા આ લેટરપેડ અને તેમની સહી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. આ લેટરપેડ આખી સોસાયટીના ગ્રુપમાં ફરતા હોવાની પણ તમને જાણ થઈ હતી. તેમણે તપાસ કરતા આ લેટરપેડ સંજય પટેલ, ભરત પ્રજાપતિ, રમેશ મોદી, જે.ડી શેખ અને કૈલાસ શાહે ભેગા મળીને બનાવ્યો હોવાની જાણ થઈ હતી. જેથી તેજસભાઈએ પાંચેય વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    મોદી સૌથી વધુ દિવસ સરકારના વડા રહેનાર રાજનેતા:CM અને PM મળીને કુલ 8931 દિવસ હેડ ઓફ ગવર્નમેન્ટ રહ્યા; પવન કુમાર ચામલિંગને પાછળ ધકેલ્યા
    Next Article
    'ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબીન (વડીલો)છે એ પૂછે':'સહકુટુંબમાં અને ગામડે દીકરી દેવી નથી, ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે', રાજકોટ કડવા પાટીદાર સંમેલનમાં રૂપાલા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment