Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાઈટની સ્વીચ ચાલુ કરતા જ ગેસ સિલિન્ડરમાં જોરદાર બ્લાસ્ટ થયો:નોકરીએથી પરત ફરેલા વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા, દરવાજા અને બારીના કાચૂ તૂટી ગયા

    4 days ago

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં GIDC કોલોનીમાં ગત રાત્રે બ્લાસ્ટની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે આ બ્લાસ્ટ ઘરમાં રાખેલી ગેસની નવી બોટલમાં લીકેજ હતું અને ઘર સંપૂર્ણ પણ બંધ હતું. જ્યારે વૃદ્ધ ઘરે નોકરીથી પરત ફરી દરવાજો ખોલતા જ લાઇટની સ્વીચ ઓન કરતા જ ધડાકાભેર બ્લાસ્ટ થાય છે અને ઘરમાં રહેલા તમામ વસ્તુઓ અસ્ત વ્યસ્ત અને બળી જાય છે સાથે વૃદ્ધ દાઝી જતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. સ્વીચ ચાલુ કરતા જ જોરદાર બ્લાસ્ટ થયો આ ઘટના ગત રાત્રે નવ વાગ્યાની આસપાસ બને છે. માંજલપુર વિસ્તારમાં આવેલ અલવાનાકા GIDC કોલોમાં રહેતા અને જીઆઇડીસી માં ખાનગી નોકરી કરે છે. તેઓ ઘરમાં ગેસની નવી બોટલ મૂકી ઘર સંપૂર્ણ બંધ કરી નોકરી ગયા હતા. પરત ફરતા શંકરભાઈ લાલાભાઈ પટેલ ( ઉંમર વર્ષ 63) ઘરે નોકરીથી પરત ફરી દરવાજો ખોલી લાઇટની સ્વીચ ચાલુ કરતા જ ધડાકાભેર બ્લાસ્ટ થાય છે. બ્લાસ્ટ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. વૃદ્ધ દાઝી જતા સારવાર માટે ખસેડાયા આ બ્લાસ્ટની ઘટનામાં શંકરભાઈ દાઝી જાય છે અને તેઓને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેઓની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે પોહચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નવી ગેસની બોટલમાં લીકેજ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં વૃદ્ધ એકલા રહે છે અને તેઓ જીઆઇડીસી કંપનીમાં ખાનગી નોકરી કરે છે. આ ઘટનામાં બ્લાસ્ટ એટલો વિકરાળ હતો કે ઘરમાં ટોયલેટ બાથરૂમના દરવાજા પણ તૂટીને પડ્યા હતા. સાથે ઘરમાં રહેલા સામાના અસ્તવ્યસ્ત થયો હતો. તિજોરીના કાચ પણ તૂટેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા. આ ઘટના અંગે માંજલપુર પોલીસ મથકને જાણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    'ગંભીરતા પૂર્વક ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે':રૂપાલાએ કહ્યું, સહકુટુંબમાં અને ગામડે દીકરી દેવી નથી આ ચિંતા જનક; રાજકોટમાં ચૂંટણી પૂર્વે કડવા પાટીદારોનું સંમેલન
    Next Article
    Mathura Violence: Farsa Wale Baba Mur*der पर Mathura में बवाल, तोड़फोड़-Police पर पथराव | CM Yogi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment