Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ફોલોઅપ:તોડબાજ પત્રકારે ભાજપના નેતા પાસેથી ખંડણી માગી’તી!

    1 week ago

    રાજકોટમાં એક હોમિયોપેથી તબીબ સહિત 12 પત્રકારો અને ન્યૂઝ ચેનલના માલિકો સામે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયા બાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શહેર ભાજપના અગ્રણી વિજયભાઈ પાડલિયા પાસેથી અંદાજે રૂ.5 લાખની ઉઘરાણી કરવા અને માનસિક ત્રાસ આપવા મામલે ‘ભારત હેડલાઈન’ના સંચાલક વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં લેખિત ફરિયાદ થઈ છે. ગંદી રમત : દીકરીનું કરિયર-પિતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવી શહેરના નિર્મલા રોડ પર બાલમુંકુંદ પ્લોટ નં.51માં રહેતા વિજયભાઈ પાડલિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની પુત્રી યુનિવર્સિટી રોડ પર દાંતનું દવાખાનું ચલાવે છે. આ ક્લિનિક કાયદેસર હોવા છતાં, સામાવાળાઓએ તેને ‘ગેરકાયદે બાંધકામ’ તરીકે ચિતરી ન્યૂઝ પેપરમાં વારંવાર હેડલાઈન્સ છાપી હતી અને જણાવ્યું હતું કે, રાજકીય માણસની પુત્રીના દવાખાનાનું બાંધકામ ગેરકાયદેસર હોવા છતાં કોઇ પગલાં લેવામાં આવતા નથી. ખરેખર અમારે અમારી પુત્રીના દવાખાના સાથે કોઇ લેવાદેવા નથી. તેમ છતાં અમો ફરિયાદીને બદનામ કરવામાં આવતા હતા. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય વિજયભાઈને રાજકીય રીતે પછાડવાનો અને ડરાવી-ધમકાવીને લાખો રૂપિયા પડાવવાનો હતો. ‘અમારા જેવા અનેક પીડિતો છે, પોલીસ પગલાં લેશે તો બધા સામે આવશે’ વિજયભાઈએ આક્રમક રીતે રજૂઆત કરી છે કે, આ કહેવાતા પત્રકારો માત્ર પૈસા બનાવવાના ઈરાદાથી જ ચેનલો ચલાવે છે અને જાહેર જનતાને ઉપયોગી થાય તેવા કોઈ ન્યૂઝ આપતા નથી. તેમણે પોલીસ પાસે માંગ કરી છે કે, આ શખ્સો સામે કડક પગલાં ભરી તેમની પ્રાઈવેટ ન્યૂઝ ચેનલો તાત્કાલિક બંધ કરાવવામાં આવે. તબીબને બ્લેકમેઇલિંગના ગુનામાં પુરાવા ભેગા કરતી પોલીસ આયુર્વેદિક તબીબની અંગત પળોના વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરવાના પ્રકરણમાં ગુનો દાખલ થયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકઠા કરવા કવાયત હાથ ધરી છે અને પુરાવા ભેગા થઇ ગયા બાદ તમામ આરોપીઓને ઉઠાવી લેવાશે તેમ પીઆઇ કૈલાએ જણાવ્યું હતું. ટી.પી. શાખાના અમુક અધિકારી અને તોડબાજ પત્રકારોની સાંઠગાંઠ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આ તોડબાજ ગેંગોએ બિલ્ડર લોબી પર આતંક મચાવ્યો હતો અને તેમાં ટી.પી. શાખાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની સાઠગાંઠ હોવાની ચર્ચા છે. ટી.પી. શાખાના અમુક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા તોડબાજ પત્રકારોને ક્યાં ગેરકાયદે બાંધકામ થાય છે? અથવા કાયદેસર બાંધકામમાં કેટલું બાંધકામ ગેરકાયદે થયું છે? તેની વિગતો આ પૂરી પાડવામાં આવતી હતી અને ત્યારબાદ જે તે બિલ્ડિંગની સાઇટ પર પહોંચી ફોટા પાડી, વીડિયો ઉતારી સીધા તેના માલિકનો સંપર્ક કરતા હતા અને સેટલમેન્ટ નહીં કરે તો છાપામાં છાપવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી માગતા હતા. જો બિલ્ડર કે બાંધકામ કરનાર વ્યક્તિ આ માટે સહમત ન થાય તો તેના વિરુદ્ધ પોતાના ચોપાનિયામાં લેખ છાપી ત્યારબાદ ટી.પી.શાખામાં અરજી કરતા હતા અને પોતાના મળતિયા અધિકારી મારફત ત્યાં ચેકિંગ કરાવી દબાણ કરાવી તોડ કરતા હતા અને તોડ થઇ ગયા બાદ આ અરજી પાછી ખેંચી લેતા હતા. આ પ્રેક્ટિસમાં ટી.પી.શાખાના અધિકારીઓનો પણ હિસ્સો રખાતો હતો. જો ટી.પી. શાખામાં કેટલી અરજી પાછી ખેંચાઇ તેની તપાસ થાય અને તે વિભાગના અધિકારીના મોબાઇલ ડિટેલ ચકાસવામાં આવે તો તોડબાજ પત્રકારો સાથેના તેના સંબંધની હકીકત પ્રકાશમાં આવી શકે તેમ છે. પત્રકારત્વ કે પૈસા છાપવાનું મશીન? ફરિયાદના 3 મોટા ખુલાસા
    Click here to Read More
    Previous Article
    સન્ડે ફોટો સ્ટોરી:શાપરનો સોલાર પાવર : ઝીરો વીજબિલ ધરાવતી રાજ્યની પહેલી ગ્રામપંચાયત, 3200 ઉદ્યોગોના પ્રદૂષણ ખાળવા 12,740 વૃક્ષનો ઉછેર કરી હરિતક્રાંતિ
    Next Article
    Trump Threatens To 'Obliterate' Iran Power Plants Over Hormuz, Sets Deadline

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment