Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મહત્યા:દ્વારકામાં પરપ્રાંતીય તરૂણે ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું

    1 week ago

    યાત્રાધામ દ્વારકામાં રસોઇ કામ શિખવા માટે પહોચેલા બિહારના સોળ વર્ષીય તરૂણે કામ શીખવામાં મુશ્કેલી અને માનસિક ટેન્શનના કારણે ગળાફાંસો ખાઇ આયખું ટુંકાવી લીઘુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.જેના પગલે ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. યાત્રાધામ દ્વારકામાં બિહાર રાજ્યના નાલંદા વિસ્તારના મૂળ રહીશ મનીષકુમાર અરુનપ્રસાદ યાદવ (ઉ.વ. 16) નામનો તરૂણ થોડા સમય પહેલા દ્વારકામાં તેના મામાના દિકરા સાથે એક સ્થાનિક કેફેમાં રસોઈનું કામ શીખવા માટે આવ્યો હતો. પરંતુ અહીં કામ બરાબર આવડતું ન હોવાથી તે માનસિક રીતે પરેશાન રહેતો હતો અને પોતાના વતનમાં ઘરે પરત જવાની ઈચ્છા વ્યક્ત કરતો હતો.જે દરમિયાન કામના ટેન્શનને કારણે ગુરુવારે રાત્રિના સમયે ઋષિકેશ એપાર્ટમેન્ટમાં તેણે પંખામાં ટુવાલ અને ઓઢણી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જે બાદમાં તેનો નિષ્પ્રાણ દેહ મળી આવતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ બનાવ અંગે સોનલ કુમાર અનિલ યાદવ (રહે. મૂળ બિહાર, હાલ દ્વારકા) દ્વારા દ્વારકા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવ મામલે મૃતકના પરિજનના નિવેદનને આધારે અપમૃત્યુની નોંધ કરી બનાવ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષક આલમમાં રોષ:મહીસાગર હિસાબી અધિકારીના હઠથી શિક્ષકોના 1.5 કરોડથી વધુના 200 બિલો અટવાઇ પડ્યાં‎
    Next Article
    After Key Official, Calls For NCP State Chief To Quit Over Astrologer Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment