Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-મહેસાણા હાઈવે પર આઈસર ટ્રકે કારને અડફેટે લેતાં મહિલાનું મોત:ટ્રક પલટીને કાર પર ખાબકતા કારમાં સવાર મહિલા ચગદાઈ ગઈ, હાઈવે પર લાંબો ટ્રાફિક જામ

    1 week ago

    અમદાવાદ મહેસાણા હાઈવે હવે જાણે કે મોતના મુખ સમાન બની રહ્યો છે. આજે કલોલના શેરથા બાયપાસ પાસે વધુ એક કમકમાટીભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બેકાબૂ બનેલી આઈસર ટ્રકે કારને અડફેટે લીધી હતી. આઈસર ટ્રક પલટી ખાઈને સીધી બાજુમાં જઈ રહેલી કાર પર ખાબકતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર મહિલાનું આઈસર નીચે ચગદાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકો તેમજ ગ્રામજનોએ રોડની ખરાબ હાલત અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ટ્રક પલટીને બાજુમાંથી પસાર થતી કાર પર ખાબકતાં ભૂકો બોલી ગયો ​પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદથી મહેસાણા તરફ જતા હાઈવે પર શેરથા બાયપાસ નજીક પૂરપાટ ઝડપે જતી આઈસર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક પલટી મારીને બાજુમાં પસાર થતી કાર પર પડતા કારનો ભૂકો બોલાઈ ગયો હતો. કારમાં સવાર મહિલા ચગદાઈ જતાં મોત થયું અંદર બેસેલી મહિલાને બહાર કાઢવાની તક મળે તે પહેલા જ ટ્રકના ભારે વજન નીચે દબાઈ જવાથી તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ અકસ્માત બાદ હાઈવે પર બંને બાજુ કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના કારણે મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. અકસ્માતની જાણ થતા જ ટોલ રોડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જોકે અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ સેફ્ટી અને રસ્તાની જાળવણી બાબતે ઘોર બેદરકારી લોકોનો આક્ષેપ છે કે અમદાવાદ મહેસાણા હાઈવે અત્યંત ખખડધજ હાલતમાં છે અને માર્ગ-મકાન વિભાગ તેમજ GRICL કંપની માત્ર ટોલ ઉઘરાવવામાં રસ ધરાવે છે. પરંતુ રોડ સેફ્ટી અને રસ્તાની જાળવણી બાબતે ઘોર બેદરકારી દાખવે છે. રોડની ડિઝાઇન અને સુરક્ષાની અનેક ખામીઓના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. હાલમાં ​અડાલજ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ટ્રકમાં મોટું મશીન હતું તે કાર પર પડ્યું હતું આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મહેસાણા તરફથી આઇસર ટ્રકમાં મોટું મશીન હતું. અડાલજ તરફ જતી વેળાએ શેરથા રામદેવપીર મંદિર નજીકના હાઈવે રોડ પર બમ્પ કૂદતા ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો હતો. અને ટ્રક પલટીને સીધી કાર પર પડી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે ચાલકને પણ ગંભીર ઇજાઓ થઈ છે. હાલમાં તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    Athletes Don't Need Money After Success, They Need It Early, Says JSW Sports CEO Divyanshu Singh
    Next Article
    Edible Oil Prices Increase | યુદ્ધની અસર ખાદ્ય તેલના ભાવ પર પડી | Gujarati News | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment