Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ પાઈપલાઈનના નેટવર્ક માટે રોડ રીસ્ટોરેશન-પરમિશન ચાર્જમાં મુક્તિ:મધ્ય-પૂર્વમાં સર્જાયેલી યુદ્ઘ જેવી સ્થિતિને પગલે સુરતમાં મહાપાલિકાનો નિર્ણય

    1 week ago

    વૈશ્વિકસ્તરે ઊર્જા ક્ષેત્રે સર્જાયેલી અસ્થિરતા અને મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને સુરત મહાપાલિકાએ એક મહત્વપૂર્ણ અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. સુરત શહેરમાં નેચરલ ગેસના નેટવર્કને વ્યાપક બનાવવા અને પાઈપલાઈન નાખવાની કામગીરીમાં આવતા વહીવટી તથા આર્થિક અવરોધોને દૂર કરવા માટે મહાપાલિકાએ રોડ રીસ્ટોરેશન અને પરમિશન ચાર્જમાં સંપૂર્ણ મુક્તિ આપવાની જાહેરાત કરી છે. ગેસ પાઈપલાઈનના નેટવર્ક માટે રોડ રીસ્ટોરેશન-પરમિશન ચાર્જમાં મુક્તિ છેલ્લા કેટલાક સમયથી મધ્ય-પૂર્વના દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારત તેની ઊર્જા જરૂરિયાતો માટે મોટાભાગે આ દેશો પર નિર્ભર છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈનમાં વિક્ષેપ પડે, તો તેની સીધી અસર સ્થાનિક ઈંધણના ભાવ અને ઉપલબ્ધતા પર પડી શકે છે. ઉચ્ચ સ્તરીય બેઠકો બાદ સત્તાવાર પરિપત્ર જાહેર રાજ્યના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતની ગંભીરતા સમજીને તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આદેશ આપવામાં આવ્યો હતો કે ગેસ નેટવર્કના વિસ્તરણમાં આવતા તમામ અવરોધો દૂર કરવામાં આવે. સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકો બાદ, 20 મી માર્ચના રોજ આ અંગેનો સત્તાવાર પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. 4 અઠવાડિયા સુધી રોડ કટિંગ કે રીસ્ટોરેશન ચાર્જ લેવામાં આવશે નહીં મહાપાલિકાએ આ રાહત મર્યાદિત સમયગાળા માટે આપી છે જેથી કામગીરીમાં ઝડપ લાવી શકાય. આગામી 4 અઠવાડિયા સુધી સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ પાસેથી કોઈપણ પ્રકારનો રોડ કટિંગ કે રીસ્ટોરેશન ચાર્જ લેવામાં આવશે નહીં. સામાન્ય રીતે ગેસ કંપનીઓએ રસ્તા ખોદવા માટે લાખો રૂપિયાની ફી ચૂકવવી પડતી હોય છે, જે હવે માફ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કંપનીઓ વધુમાં વધુ વિસ્તારોમાં પાઈપલાઈન પહોંચાડી શકશે. ગેસ કંપનીઓની અરજી પર 24 કલાકમાં નિર્ણય લેવો પડશે અત્યાર સુધી ગેસ લાઈન નાખવા માટે જે-તે ઝોન કચેરીમાંથી મંજૂરી મેળવવામાં દિવસો નીકળી જતા હતા. ખાસ કરીને જે રસ્તાઓ ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ એટલે કે ગેરંટી પિરિયડ હેઠળ હોય, ત્યાં ખોદાણ માટે ઘણી બધી પ્રક્રિયાઓ કરવી પડતી હતી. નવા આદેશ મુજબ તમામ ઝોન કચેરીઓએ ગેસ કંપનીઓની અરજી પર 24 કલાકમાં નિર્ણય લેવો પડશે. રસ્તો સરખો નહીં હોય તો એજન્સી વિરુદ્ધ કાર્યવાહી મહાપાલિકાએ આર્થિક રાહત આપી છે, પરંતુ જનતાની સુવિધા સાથે કોઈ બાંધછોડ કરી નથી. આ યોજના હેઠળ ગેસ કંપનીઓએ ખોદાણ કર્યા બાદ રસ્તાને ફરીથી મૂળ સ્થિતિમાં લાવવાની સંપૂર્ણ જવાબદારી ગેસ કંપનીની રહેશે. રસ્તાના સમારકામમાં વાપરવામાં આવતું મટીરીયલ મહાપાલિકાના સિવિલ એન્જિનિયરિંગ ધોરણો મુજબનું હોવું જોઈએ. અને જે-તે ઝોનના એન્જિનિયરો સતત આ કામગીરીનું નિરીક્ષણ કરશે. જો રસ્તો સરખો નહીં કરવામાં આવે, તો એજન્સી વિરુદ્ધ ભારે દંડ અને કાનૂની કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Patan News | પાટણમાં રામધણી ફાર્મ હાઉસ પર ફર્યું બુલડોઝર | Farm House Demolition | Gujarati News
    Next Article
    Patan Ziliya Bhavesh Rabari Farm Demolition LIVE | ભાવેશ રબારીની મસ્તાની ગેંગની Police એ હવા કાઢી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment