Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં રક્તની અછત:વેરાવળમાં થેલેસેમિયા પીડિતો અને ઓપરેશન માટે મહાદાન કેમ્પ

    1 week ago

    વેરાવળમાં રવિવારે, 22 માર્ચ 2026ના રોજ, રેડ ક્રોસ સોસાયટી ખાતે એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળાને કારણે રક્તની અછત સર્જાઈ છે, જેને પહોંચી વળવા અને થેલેસેમિયા પીડિત બાળકો તેમજ ઓપરેશનમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત એકત્રિત કરવા આ કેમ્પ યોજાશે. આ પહેલ વેરાવળ એકેડેમિક એસોસિએશન અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવી છે. આ રક્તદાન શિબિર સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. રેડ ક્રોસ સોસાયટી, આવાસ યોજના પાસે, વેરાવળ ખાતે યોજાનાર આ કેમ્પમાં નગરજનો, રક્તદાતાઓ, વિદ્યાર્થીઓ અને ભાઈઓ-બહેનોને રક્તદાન કરવા માટે વેરાવળ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ પવનભાઈ ગુપ્તા અને ઉપપ્રમુખ યોગેશભાઈ શર્માએ અપીલ કરી છે. આયોજકોનો મુખ્ય હેતુ સમાજમાં રક્તની અછત દૂર કરવી અને લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવાનો છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વેરાવળ, જિલ્લાની એકમાત્ર NABH સર્ટિફિકેટ માન્ય બ્લડ બેન્ક ધરાવે છે. આ સંસ્થા આરોગ્ય ભુવન ખાતે રાહત દરે ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, લેબોરેટરી, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ સેન્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ સેન્ટર અને સર્જીકલ સાધનો વિનામૂલ્યે વાપરવા સહિતની અનેક સેવાઓ પૂરી પાડે છે. સંસ્થાના સ્થાપક અને એમિરેટ્સ ચેરમેન કિરીટ અને ઉનડકડે જણાવ્યું હતું કે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લાના થેલેસેમિયા મેજર બાળકોને કોઈપણ ચાર્જ લીધા વિના નિ:શુલ્ક રક્ત પૂરું પાડતી એકમાત્ર સંસ્થા છે. સંસ્થાના ચેરમેન અતુલ એમ કાનાબારના માર્ગદર્શન હેઠળ, સમગ્ર કમિટી અને સ્ટાફ જિલ્લાની તમામ હોસ્પિટલોમાં ઓપરેશન અને ડિલિવરી સમયે તાત્કાલિક રક્તની જરૂરિયાત પૂરી પાડવા માટે 24x7 બ્લડ બેન્ક કાર્યરત રાખે છે. થેલેસેમિયા મેજર બાળકો અંગેની માહિતી માટે સંસ્થાના નંબર 7600824365 અથવા થેલેસેમિયા કમિટીના પરાગભાઈ ઉનડકટ અને અનિસ રાચ્છનો સંપર્ક કરવા જણાવાયું છે. ગિરીશ ઠક્કરે (સેક્રેટરી) ઉમેર્યું હતું કે, ખાસ કરીને પ્લેટલેટ કે પ્લાઝમાની જરૂરિયાત ઊભી થાય ત્યારે બ્લડ કમિટીના સભ્યો પરાગ ઉનડકટ, સંજય દાવડા અને અનિસ રાચ્છ સક્રિયતાથી રક્ત પૂરું પાડવામાં મદદ કરે છે.
    Click here to Read More
    Previous Article
    Pimpri mayor orders road closure in Bhosari, sets deadline for civic body, police
    Next Article
    Dhurandhar 2 Box Office Collection: Ranveer Singh film dominates box office; Rishab Shetty praises Aditya Dhar, says ‘Every frame hits like a war drum’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment