Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારીઓ:ભાજપે ગોધરા કમલમ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજી

    2 weeks ago

    પંચમહાલ જિલ્લામાં વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ તેજ કરી છે. આ અંતર્ગત ગોધરા ખાતેના કમલમ કાર્યાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ભાજપનો એક્શન પ્લાન તૈયાર કરવાનો હતો. પક્ષના અગ્રણી નેતાઓએ ચૂંટણી જીતવા માટેની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં મધ્ય ઝોન ચૂંટણી ઇન્ચાર્જ અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, પ્રદેશ ઉપપ્રમુખ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પંચમહાલ ભાજપ પ્રભારી હર્ષદ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જિલ્લા સ્થાનિક સ્વરાજ ચૂંટણી ઇન્ચાર્જ ડો. યોગેશ પંડ્યા, પ્રદેશ કારોબારી સભ્ય પ્રતિમાબેન, જિલ્લા મહામંત્રી કુલદીપસિંહ અને જીગ્નેશ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યકરોને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો વિજય સુનિશ્ચિત કરવા માટે અત્યારથી જ સક્રિય થઈ જવા આહ્વાન કર્યું હતું. આ બેઠક દ્વારા ચૂંટણીલક્ષી ગતિવિધિઓને વેગ મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ધો.12નું પેપર નબળું જતા વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો:'હું શંકર ભગવાન પાસે જાઉ છું, મારી મરજીથી મંરુ છું' લખી યુવાનનો આપઘાત
    Next Article
    બોટાદ ભાજપ પ્રમુખે વિવિધ મોરચાના પ્રભારીઓની નિમણૂક કરી:બક્ષીપંચ, યુવા, કિસાન, મહિલા, લઘુમતી, અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારીઓ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment