Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ઝીલિયામાં ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલડોઝર:મસ્તાની ગેંગના સૂત્રધાર ભાવેશ રબારીનું દબાણ હટાવવાની કામગીરી બીજા દિવેસ પણ ચાલુ

    1 week ago

    પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે પોલીસ વાન પર થયેલા હુમલા બાદ વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારી ઝીલિયા દ્વારા ગૌચરની જમીન પર બનાવાયેલા ગેરકાયદેસર ફાર્મહાઉસ અને અન્ય બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત, 'ઝીલિયા સ્ટેટ ઓફ રામા ધણી ફાર્મહાઉસ' તેમજ 'અલખ ઝોળી ખલક ખજાનો' અને 'અલખ ધણી આશરો' નામના મકાન અને શેડને તોડી પાડવામાં આવી રહ્યા છે. વહેલી સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત અને જેસીબી મશીનરી સાથે ડિમોલિશનની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. અગાઉ, ફાર્મહાઉસના મુખ્ય ગેટ અને દીવાલ તોડી પાડ્યા બાદ પાકા મકાન અને શેડ હટાવવા માટે સાત દિવસની નોટિસ આપવામાં આવી હતી. જોકે, સમગ્ર મામલાની ગંભીરતા અને પોલીસ પર થયેલા હુમલાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ ત્વરિત નિર્ણય લીધો હતો અને નોટિસ અવધિની રાહ જોયા વિના શનિવારે સવારથી જ ડિમોલિશન શરૂ કર્યું હતું. ઘટનાસ્થળે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મહેસૂલ વિભાગનો કાફલો હાજર છે. વહીવટી તંત્ર દ્વારા માથાભારે તત્વો સામે દાખલો બેસાડવા માટે આ આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાલ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં AAPને ઝટકો, કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા:વેરાવળ તાલુકા OBC સેલ પ્રમુખ સહિત સમર્થકોનું કોંગ્રેસમાં જોડાણ
    Next Article
    જૂનાગઢમાં સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો સંગમ મિલેટ મહોત્સવનો પ્રારંભ:પ્રદ્યુમન વાજાએ શ્રીઅન્નને દૈનિક આહારમાં સ્થાન આપવા આહવાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment