Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર.સી. કોલેજમાં ફૂડપ્રેન્યોર ફેસ્ટ યોજાયો:વિદ્યાર્થીઓએ ઉદ્યોગ સાહસિકતાનું પ્રદર્શન કર્યું

    6 days ago

    આર.સી. કોલેજ ઑફ કોમર્સ ખાતે ફુડપ્રેન્યોર ફેસ્ટ 2026નું આયોજન કરાયું. આ ફેસ્ટમાં વિદ્યાર્થીઓએ ફૂડ સ્ટોલ લગાવીને પોતાની ઉદ્યોગસાહસિકતાનું પ્રદર્શન કર્યું.કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સાગર દવેએ જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. તેમણે ઉમેર્યું કે ફુડપ્રેન્યોર ફેસ્ટ જેવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતાનો ભાવ વિકસાવે છે. કોલેજ આવા સર્જનાત્મક પ્રયત્નોને હંમેશા પ્રોત્સાહન આપતી રહેશે. આ ફેસ્ટનું આયોજન ઇનોવેશન ક્લબ અંતર્ગત ચાલતા ફ્યુચર ફાઉન્ડર્સ ફોરમ દ્વારા કરાયું હતું. પ્રવૃત્તિના કોઓર્ડિનેટર ડૉ. ચિંતન પંડ્યાએ જણાવ્યું કે આ ફેસ્ટ વિદ્યાર્થીઓને ‘કિચન આઈડિયા થી માર્કેટ રિયાલિટી' સુધીનો વ્યવહારિક અનુભવ પૂરો પાડે છે. આનાથી તેમને બ્રાન્ડિંગ, પ્રાઈસિંગ અને ગ્રાહક વ્યવહારનો વાસ્તવિક અનુભવ મળે છે.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિવિધ ફૂડ સ્ટોલ્સ, નવીન આઈડિયાઝ અને ગ્રાહકો સાથેનો જીવંત સંપર્ક આ કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ હતી.
    Click here to Read More
    Previous Article
    Rajya Sabha MP kapil Sibal की Press Conference LIVE | Election 2026 | Israel-Iran Conflict
    Next Article
    વડોદરા 1300 CCTVથી સજ્જ, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું લોકાર્પણ:મોટી કોરલથી ભાલોદ વચ્ચે નવો બ્રિજ બનશે, 55 કિમીનું અંતર ઘટીને માત્ર 5 કિમી થઈ જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment